Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ફેબ્રઆરીમાં ફયુઅલની માગ ૨૪ વર્ષના મહત્તમ સ્‍તરે પહોંચી

સસ્‍તા રશિયાના ઓઇલથી ઓદ્યૌગિક કામગીરીમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્‍હી, તા.૧૦: દેશમાં ફયુઅલની માગમાં ઝડપથી વધારો થયો છે. ફેબ્રુઆરીમાં દેશની ફયુઅલની માગ ૨૪ વર્ષના મહત્તમ સ્‍તરે પહોંચી ગઈ છે. સસ્‍તા રશિયાના ઓઇલથી ઓદ્યૌગિક કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. ફેબ્રુઆરીમાં ફયુઅલનો વપારાશ પાંચ ટકાથી વધુ વધીને પ્રતિદિન ૪૮.૨ લાખ બેરલ (૧૮.૫ મિલિયન ટન) થઈ ગઈ છે, જે સતત ૧૫નો વાર્ષિક વધારો છે. ભારતીય ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ યોજના અ વિશ્‍લેષણ સેલ (PPAC) દ્વારા સંકલિત આંકડામાં માગ ૧૯૯૮થી વધુ નોંધવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં પેટ્રોલ અથવા ગેસોલિનનું વેચાણ વાર્ષિક આધારે ૮.૯ ટકા વધીને ૨૮ લાખ ટન થઈ ગયું છે, જ્‍યારે ડીઝલનું વેચાણ ૭.૫ ટકા વધીને ૬૯.૮ લાખ ટન થયું છે. આંકડા અનુસાર જેટ ફયુઅલનું વેચાણ ૪૩ ટકાથી વધુ વધીને ૬.૨ લાખ ટન થયું છે. રસોઈ ગેસ અથવા લિક્‍વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)નું વેચાણ ૦.૧ ટકા ઘટીને ૨૩.૯ લાખ ટન થયું છે. રસ્‍તા બાંધવા માટે ઉપયોગમાં લેવાતા બિટુમેનનું વેચાણ જાન્‍યુઆરીની તુલનાએ ફેબ્રુઆરીમાં ૨૧.૫ ટકા વધ્‍યું હતું, જ્‍યારે ફયુઅલ ઓઇલનો ઉપયોગ પાંચ ટકાથી થોડું વધુ ઘટયું છે.

Kplerના લીડ ક્રૂડ એનાલિસ્‍ટ વિક્‍ટર કટોનાએ કહ્યું હતું કે માર્ચમાં પ્રતિદિન ૫૧.૭ લાખ (bpd) હશે અને મોન્‍સુનથી ચાલનારી મંદીમાં એપ્રિલ-મેમાં ૫૦ લાખ ણુષ્ટફુ સુધી ઘટી જશે. તેમણે કહ્યું હતું કે માગમાં વધારો ફેબ્રુઆરીમાં રેકોર્ડ રસિયાના ક્રૂડ ઓઇલથી લાભ થશે, જે દર્શાવે છે કે ઘરેલુ વપરાશમાં વધારો થયો છે.

(4:27 pm IST)