Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

કોરોનાકાળમાં અત્યાર સુધીમાં પ્રથમ વખત પ્રાણી સંગ્રહાલયના સિંહમાંથી ફેલાયો કોવિડ :ઝૂ નો કર્મચારી થયો કોરોના સંક્રમિત

ઈન્ડિયાના ઝૂમાં વૃદ્ધ સિંહ કોરોના સંક્રમિત :પ્રાણી સંગ્રહાલયના કર્મચારી તેની સંભાળ રાખતો હતો તેને કોરોનાનો ચેપ લાગ્યો

પ્રથમ વખત પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીમાંથી કોરોના વાયરસએ કોઈ માણસના શરીરમાં પ્રવેશ કર્યાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. આ ધટના અમેરિકાના ઇન્ડિયાના પ્રાણી સંગ્રહાલયની છે.  જ્યાં કોવિડ-19 સંક્રમિત વૃદ્ધ સિંહની સંભાળ રાખનાર પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓને કોરોના થયો છે. સિંહની તબિયત ખૂબ જ ખરાબ હોવાથી કર્મચારીઓ સિંહની દેખભાળ રાખી પોતાના હાથે ખવડાવતો હતો

   કોરોનાનો ચેપ ફેલાયાને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય વીત્યા બાદ પ્રથમ વખત પ્રાણીના શરીરીમાંથી કોરોના માનવીમાં ફેંકાયો હોવાનું સામે આવ્યું છે. ઇન્ડિયાનાના સૌથી જૂના પોટાવાટોમી ઝૂમાં 20 વર્ષનો જૂનો આફ્રિકન સિંહ છે. તેને કોરોના સંક્રમણ થયું હતું.  ખાંસી આવવા લાગી. શ્વાસ લેવામાં તકલીફ જણાતા 10 કર્મચારીઓ તેની સંભાળ રાખતા હતા. જે તમામના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. બાદમાં 3 કર્મચારી પોઝીટીવ આવ્યા હતા.જે કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ન આવતા તેની તપાસ હાથ ધરાતા રિપોર્ટમાં સિંહના સંપર્કથી કોરોના ફેલાયો હોવાનું સામે આવ્યું હતું.

એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે આવા ચેપની ઘટના ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. પરંતુ આ કેસમાં એ વાત સામે આવી છે કે સિંહની સંભાળ રાખનાર કર્મચારી તેને પોતાના હાથે ખવડાવતો હતો. જેના કારણે તેને ચેપ લાગ્યો હતો. આખી દુનિયા જાણે છે કે SARS-CoV-2 વાયરસ, જે કોરોનાનું કારણ બને છે. જે પ્રકૃતિની કોઈપણ પ્રજાતિને સંક્રમિત કરી શકે છે. તે પ્રાણીઓથી મનુષ્ય અને મનુષ્યથી પ્રાણીઓમાં હોઈ શકે છે. પ્રથમ વખત આ વાયરસ કોઈ જીવમાંથી મનુષ્યમાં આવ્યો છે. અભ્યાસમાં એવું પણ જણાવાયું કે ઇન્ડિયાના ઝૂમાં જે કિસ્સો બન્યો છે એવો કિસ્સાઓ અગાઉ ક્યારેય સામે આવ્યો નથી, .

 

(11:47 pm IST)