Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોરોના બેફામ...બેશરમ...બેલગામ...બની રહ્યો છેઃ કુલ કેસ ૧૩૨૦૫૯૨૬

૨૪ કલાકમાં ૧૪૫૩૮૪ કેસઃ ૭૯૪ મોતઃ એકટીવ કેસ ૧૦ લાખ ઉપર

ભારતમાં કોરોના રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છેઃ દેશનો કુલ મૃત્યુઆંક ૧૬૮૪૩૬

નવી દિલ્હી, તા. ૧૦ :. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ રોજ નવા નવા રેકોર્ડ તોડી રહ્યો છે. દેશભરમા છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૧૪૫૩૮૪ નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૭૯૪ લોકોના મોત થયા છે. છેલ્લા ૫ દિવસમાં જ દેશમાં પોણા છ લાખ જેટલા કેસ સામે આવ્યા છે.

આ સાથે ભારતમા કુલ કેસ ૧૩૨૦૫૯૨૬ થવા પામ્યા છે. દેશમાં એકટીવ કેસ પણ કુદકેને ભૂસકે વધી રહ્યા છે.

૧૦૪૬૬૩૧નો એકટીવ કેસનો આંકડો થઈ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૯૮૦૭૫૧૬૦ લોકોને રસી આપવામાં આવી હતી.-

વિશ્વની વાત કરીએ તો કુલ કેસ વધીને ૧૩૫૨૭૬૩૮૫ થયા છે. જ્યારે ૧૦૮૮૪૮૪૦૨ લોકો સાજા થયા છે અને ૨૯૨૭૪૯૧ લોકોના મોત થયા છે.

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકાની છે તે પછી બ્રાઝીલ, ભારત, ફ્રાન્સ અને રશીયાનો સમાવેશ થાય છે.

ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી આવી રહ્યા છે. ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ છે. ભારતમાં કુલ મૃત્યુઆંક ૧૬૮૪૩૬ થયો છે.

(11:40 am IST)