Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોના સંકટ વચ્ચે રાષ્ટ્રીય સ્તરની ૧૦ પરીક્ષા મોકૂફ : હજારોનું ભાવિ અનિશ્ચિત

બોર્ડ પરીક્ષા જ નહીં, જેઇઇ, નીટ, સીએ જેવી પરીક્ષાઓને લઇ ચિંતા : સામાન્ય રીતે માર્ચ, એપ્રિલ, મેમાં લેવાતી પરીક્ષાઓ કયારે લેવાશે એ પ્રશ્ન

નવી દિલ્હી તા. ૧૦ : કોરોનાની બીજી લહેરને પગલે દેશના વિવિધ રાજયોમાં આંશિક અને સંપૂર્ણ લોકડાઉનને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. બીજી બાજુ શિક્ષણ ક્ષેત્રે માર્ચ, એપ્રિલ અને મે મહિનો પરીક્ષાઓનો સમયગાળો કહેવાતો હોવા છતાં અનેક પરીક્ષાઓ મોકૂફ થવાની સાથે જ શિક્ષણજગતમાં હલચલ મચી ગઇ છે. એટલું જ નહીં, હાલના તબક્કે માત્ર ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરની જેઇઇ, સીએ, સીએસ જેવી ૧૦ જેટલી પરીક્ષાઓ મોકૂફ થતાં વિદ્યાર્થી, વાલીઓમાં ગડમથલ જોવા મળી રહી છે.

નોંધનીય છે કે, કોરોના મહામારીની શિક્ષણ ક્ષેત્ર પર માઠી અસર જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષથી ઓનલાઇન ભણી રહેલા વિદ્યાર્થીઓને હવે પરીક્ષાને લઇને પણ અનેક મૂંઝવણો, ચિંતા, પ્રશ્નોનો સામનો કરવાની નોબત આવી રહી છે. સીબીએસઇ બોર્ડે ધોરણ-૧૦ની પરીક્ષા રદ્ કરી ધો. ૧૨ની મુલત્વી રાખી છે. જયારે ગુજરાત બોર્ડની ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા મોફૂફ રાખવામાં આવી છે. માત્ર આ બોર્ડ પરીક્ષા જ નહીં, પરતુ જેઇઈ, નીટ પીજી, સી.એ., સી.એસ., એઆઇએપીજીઇટી, એનસીએચએમ-જેઇઇ, યુજીસી નેટ, એઆરપીઆઇટી જેવી અન્ય રાષ્ટ્રીય સ્તરની પણી પરીક્ષાઓ મોફૂફ થવાની સાથે જ લાખો વિદ્યાર્થીઓ વિમાસણમાં મુકાઇ ગયા છે. હાલમાં એપ્રિલ અને મે માસમાં લેવાનારી જેઇઇ મેઇનની ત્રીજા, ચોથા તબક્કાની પરીક્ષા મોફૂફ રાખવામાં આવી છે. જયારે નીટ પરીક્ષા છેક ઓગસ્ટ માસમાં લેવાની હોય વિદ્યાર્થીઓ રિવિઝનને લઇ ચિંતામાં છે. આ સિવાય ઉચ્ચ અભ્યાસક્રમોની પણ અનેક પરીક્ષાઓ મોફૂફ રાખવામાં આવતા અસમંજસભરી સ્થિતિ બની છે.(૨૧.૫)

પરીક્ષાઓ મોકૂફ થતાં વિદ્યાર્થીઓના રિવિઝનનું શિડ્યુલ ખોરવાયું

આચાર્ય શિક્ષણવિદ્દોના જણાવ્યા મુજબ, જે વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ બાકી છે તેઓની સ્થિતિ હાલમાં ઘણી ખરાબ છે. કારણ કે, એક બાજુ બોર્ડ કે પછી કોલેજની પરીક્ષાના હજુ ઠેકાણા નથી. બીજી બાજુ વિદ્યાર્થીઓ આખું વર્ષ ઓનલાઇન ભણ્યા છે. તેઓનો ઓનલાઇન અભ્યાસક્રમ ઘણા સમય પહેલાથી પૂરો થઇ ગયો છે. વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનાથી રિવિઝન જ કરી રહ્યા છે. એવામાં પરીક્ષાની તારીખ નિધર્િાસ્ત ન હોય અથવા તો હજુ પરીક્ષાને ઘણી વાર હોય તેઓનું શૈક્ષણિક અને રિવિઝનનું શિડ્યુલ ખોરવાઇ ગયું છે.

૧. જેઇઇ મેઇન : એપ્રિલ અને મે

માસની પરીક્ષા મોકુફ થઇ છે.

૨. નીટ : આગામી ૧ ઓગસ્ટના

રોજ નીટ લેવાની જાહેરાત.

૩. નીટ પીજી : કોરોનાને લીધે

પરીક્ષા ૪ માસ માટે મોકુફ કરાઇ.

૪. સી.એ. : ૨૧ મેથી શરૂ થનારી

તમામ પરીક્ષા મુલતવી રખાઈ.

૫. સી.એસ. : ૧ જૂનથી શર

થનારી તમામ પરીક્ષા મુલતવી.

૬. AIAPGET : ૭ જૂને

લેવાનારી આયુષ પીજી પરીક્ષા

મોકુફ કરવામાં આવી.

૭. NCHM JEE : ૧૨ જનની

હોટલ મેનેજમેન્ટ પરીક્ષા મોકુફ.

૮. UGC NET : ૨થી ૧૭ મે સુધી લેવાનારી આ પરીક્ષા મુલતવી.

૯. ARPIT : ૧૦ એપ્રિલના રોજ આયોજિત રિફ્રેશમેન્ટ પ્રોગ્રામની પરીક્ષા મોકુફ.

૧૦. CMA : જુન સેશનની કોસ્ટ એકાઉન્ટિંગની પરીક્ષા જુલાઇમાં લેવાશે.

(9:46 am IST)