Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ભારતની લાંબી કાળી મરી કેન્સરથી લડવામાં મદદગાર

ચેન્નળ,તા.૧૦: પિપ્પલી, પીપલી, પીપરી અને અંગ્રેજીમાં લોન્ગ પાઇપરના નામની જાણીતી ભારતીય લાંબી કાળી મરી કેન્સર સાથે લડવામાં મદદગાર થશે. યુનિવર્સિટી ઓફ પેસિલ્વેનિયાના વૈજ્ઞાનિકોએ ઉંદર અને મનુષ્યો ઉપરની શોધમાં જાણવા મળેલ કે કાલી મિર્ચમડ પાઇપરલ ગ્યુમાઇન અથવા પીરવલુમિનિનું રાસાયણીક સંયોજન મળ્યુ છે. જે બ્રેન ટ્યુમર સહિત અન્ય કેન્સર કોશીકાઓને ખતમ કરવામાં કારગર છે.

શોધકર્તા વેરા વાઇ મોઇસેનકોવાએ જણાવેલ કે પાઇપર લોંગ્યુમાઇન, ટીઆરપીવી ૨ પ્રોટીનને રોકે છે. આ પ્રોટીન ગ્લીયોબ્લાસ્ટોમામાં હોય છે અને કેન્સરને ફેલાવામાં મદદ કરે છે. ઉંદરો ઉપર થયેલ શોધમાં પાઇપરલોગ્યુમાઇનથી ગ્લીયોબ્લાસ્ટોમાં ટયુમરનો આકાર ઘટી ગયો હતો. ઉપરાંત તેનાથી બીમાર વ્યકિતથી લેવામાં આવેલ ગ્લીયોબ્લાસ્ટોમાં કોશીકાઓને પણ નષ્ટ કરેલ.

(3:16 pm IST)