Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ભારતની વિરુદ્ઘ ભૂતાનની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે ચીનઃ વસાવી લીધા ૨ ગામ

એક તરફ ભારત અને દુનિયા કોરોના વાયરસનો સામનો કરી રહી છેઃ તો ચીન પોતાની વિસ્તારવાદી નીતિને છોડી નથી રહ્યુ

બીજીંગ, તા.૧૦: એક તરફ ભારત અને દુનિયા કોરોના વાયરસનો સામનો કરી રહી છે, તો ચીન પોતાની વિસ્તારવાદી નીતિને છોડી નથી રહ્યું. ચીન વર્ષ ૨૦૧૫થી ભૂતાનની એક ખીણમાં રોડ, બિલ્ડિંગો અને સૈન્ય ચોકીઓનું નિર્માણ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર અને ઐતિહાસિક રીતે ભૂતાનનું મનાતા ક્ષેત્રમાં ચીન સુરક્ષા કર્મચારીઓ અને સૈન્ય પાયાનું માળખું બનાવી રહ્યા છે. ચીન પોતાના આ નિર્માણ કાર્યના દમ પર ભૂતાનનો ભારતની વિરુદ્ઘ ઉપયોગ કરવા ઇચ્છે છે.

ચીને વર્ષ ૨૦૧૫માં જાહેરાત કરી હતી કે તિબેટમાં તિબેટ સ્વાયત્ત્। ક્ષેત્રના દક્ષિણમાં ગ્યાલફુગ ગામ વસાવ્યું છે. જો કે ગ્યાલફુગ ભૂતાનમાં છે અને ચીની અધિકારીઓએ વધુ એક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી લીધી છે. ભારત અને તેના પાડોસીઓને હિમાલયી સરહદથી બહાર કરવા માટે ચીન લાંબા સમયથી પ્રયત્નો કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ભૂતાનમાં નિર્માણ કાર્ય ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા તિબેટ સરહદી વિસ્તારોને મજબૂત કરવા માટે એક પ્રમુખ અભિયાનનો ભાગ છે.

ફોરેન પોલિસીમાં છાપવામાં આવેલા રોબર્ટ બાર્નેટના રિપોર્ટ પ્રમાણે ચીનની સરકાર ઇચ્છે છે કે ભૂટાન તેને પોતાના સૈન્ય યૂનિટ માટે એવી જગ્યા આપે જયાંથી તે ભારતનો મુકાબલો કરી શકે. રોબર્ટ બાર્નેટ પ્રમાણે, 'આટલું જ નહીં, આ નિર્માણ કાર્ય ભૂતાનની સાથે ચીનની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન પણ છે. આમાં ભૂતાનીઓ દ્વારા સરહદ પર ઘૂસણખોરીને લઇને દાયકાઓના વિરોધને પણ અવગણવામાં આવ્યો છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન ગ્યાલાફુગ ઉપરાંત વધુ ૨ ગામો પર તાકીને બેઠું છે. એકમાં નિર્માણ કાર્ય અત્યારે પણ ચાલી રહ્યું છે. અહીં ચીને ૬૬ માઇલના રસ્તા, હાઇડ્રોપાવર સ્ટેશન, ૨ ઘ્ઘ્ભ્ વહીવટી કેન્દ્ર, કોન્ટેકટ બેઝ, સૈન્ય પોલીસ આઉટપોસ્ટ, સિગ્નલ ટાવર, સિકયુરિટી સાઇટ, સેટેલાઇટ રિસીવિંગ સ્ટેશન, સૈન્ય બેઝ બનાવી લીધા છે. ચીન આને વ્ખ્ય્નું ક્ષેત્ર બનાવે છે, પરંતુ આ ઉત્તર ભૂતાનનો ભાગ છે.

(4:17 pm IST)