Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મારા પપ્પા ધારાસભ્ય છે : ઓવર સ્પીડ સાથે બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ પોલીસે રોકતા યુવતીનું ઉદ્ધત વર્તન : કર્ણાટકના બીજેપી ધારાસભ્યએ દીકરીના ગેરવર્તન બદલ માફી માંગી : મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું હતું

કર્ણાટક : માતાપિતા ઘણીવાર તેમના બાળકોની ક્રિયાઓથી શરમ અનુભવે છે. આવું જ કંઈક કર્ણાટકના બીજેપી ધારાસભ્ય અરવિંદ લિમ્બાવલી સાથે થયું હતું, જેમણે પોતાની દીકરીના ખરાબ વર્તન માટે પોલીસ અને મીડિયાની માફી માંગી હતી.

હકીકતમાં, પોલીસે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અરવિંદ લિંબાવલીની પુત્રીને ઓવર સ્પીડ અને બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ રોકી હતી. આના પર તેમની પુત્રીએ પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું અને પોલીસે કેસ નોંધ્યા બાદ જ કારને જવા દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, BMW કારમાં સવાર ધારાસભ્યની પુત્રીએ પોલીસ વિભાગની કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના વિધાનસભાની નજીક સ્થિત કેપિટોલ હોટલ પાસે બની હતી, જ્યાં ભાજપની બેઠક ચાલી રહી હતી. જ્યારે BMW કાર ઓવરસ્પીડ હતી ત્યારે પોલીસે વાહનને રોક્યું હતું. આ બાબતે ધારાસભ્યની પુત્રી અને પોલીસકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ધારાસભ્યની પુત્રીએ કહ્યું કે તેણે કોઈ નિયમનો ભંગ કર્યો નથી અને તેને જવા દેવો જોઈએ, જ્યારે પોલીસ મક્કમ હતી કે તેની ઝડપ વધારે છે. આ ચર્ચા વચ્ચે તેમણે કહ્યું કે હું ધારાસભ્યની પુત્રી છું. કન્નડ ન્યૂઝ ચેનલ દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયો અનુસાર, ધારાસભ્યની પુત્રીએ કહ્યું કે આ મામલામાં તેની સામે ગુનો નોંધી શકાય નહીં.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:10 pm IST)