Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

વાવાઝોડું મુખ્‍યત્‍વે ઉત્તર તરફ ગતિ કરે છે, પણ છેલ્લા બે દિવસથી ૧૫૦ કિ. મી. પૂર્વ તરફ ખસી ગયું: ધારણા કરતા વધુ વરસાદ ખાબકશે

વાવાઝોડું બીપરજોય ૧૪૦ થી ૧૫૦ કિ. મી. ની ઝડપે ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે પરંતુ છેલ્લા બે દિવસથી પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે. ૧૩મી જૂન આસપાસ સૌરાષ્‍ટ્ર ના દરિયાકિનારે ૧૫૦ કી. મી. ની ઝડપે પહોંચે તેવી શકયતા છે. હાલ પોરબંદરથી ૫૬૦ કી. મી. દક્ષિણે છે. ૩૦ ફૂટના મોજા ઉછળે છે. વાવાઝોડું પાકિસ્‍તાન તરફ જાય તેવી પુરી શકયતા છે. આ વાવાઝોડાની અસરરૂપે સૌરાષ્‍ટ્ર, કચ્‍છ, ગુજરાતમાં ધારણા કરતા વધુ વરસાદ વરસે તેવી પુરી શકયતા છે.

(4:06 pm IST)