Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ધરતી ભણી આવી રહયું છે 'સોલાર સ્ટ્રોમ': કાલે ટકરાશેઃ સેટેલાઇટ ઉપર અસર કરશેઃ રેડીયો સિગ્નલ-કોમ્યુનીકેશનને અસર થશે

વોશીંગ્ટનઃ સુરજની સપાટીથી પેદા થયેલ શકિતશાળી સૌર તોફાન ૧૬૦૯૩૪૪ કી.મી. પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહયું છે. આ સૌર તોફાન કાલે કે સોમવારે પૃથ્વી સાથે ટકરાશેઃ વૈજ્ઞાનીકોને શંકા છે કે આના કારણે સેટેલાઇટ સિગ્નલોમાં બાધા પહોંચશેઃ વિમાનોના ઉડયન, રેડીયો સિગ્નલ કોમ્યુનીકેશન અને હવામાન પર તેની અસર પડશેઃ ઉતર અને દક્ષિણ અક્ષાંસ પર રહેતા લોકો રાતમાં સુંદર રોશની નિહાળી શકશેઃ જીપીએસ નેવીગેશન, મોબાઇલ ફોન સિગ્નલ અને સેટેલાઇટ ટીવીમાં પણ મુશ્કેલી આવી શકે છે.

(3:33 pm IST)