Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

દક્ષિણ કોરિયામાં લગાવાયા અનેક પ્રતિબંધ: સોમવારથી સ્કૂલ બંધ રહેશે : બે થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

ક્લબ બંધ રહેશે જયારે રેસ્ટોરેન્ટ ખુલ્લી રહેશે. પરંતુ સીમિત લોકોને એન્ટ્રી મળશે

નવી દિલ્હી :  દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, વધતા કેસને જોતા પ્રધાનમંત્રી બૂ-ક્યુમનું નિવેદન આવ્યુ છે તેમણે કહ્યું કે સંક્રમણના નવા કેસની સંખ્યા જોતા મેક્સિમમ ક્રાઈસિસ લેવલ પર પહોંચી ગયા છીએ. 12 જુલાઈથી દેશમાં નવા પ્રતિબંધો લાગૂ કરવામાં આવશે, જે અંતર્ગત સ્કૂલ બંધ કરી દેવામાં આવશે. બેથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. ક્લબ બંધ રહેશે રેસ્ટોરેન્ટ ખુલ્લી રહેશે. પરંતુ સીમિત લોકોને એન્ટ્રી મળશે. આ સિવાય પણ અનેક પ્રતિબંધ લગાવવામાં આવશે.

(7:29 pm IST)