Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

IPL -2020 : રાજસ્થાન રોયલ્સનો ઘોર પરાજય : દિલ્હી કેપિટલ્સનો 46 રને વિજય

દિલ્હીના 184 રનના જવાબમાં રાજસ્થનાની ટીમ 19.4 ઓવરમાં 138 રન પર ઓલઆઉટ

 

દિલ્હી કેપિટલે આઈપીએલ 2020ની 23મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 46 રને હરાવ્યુ છે. દિલ્હીએ 8 વિકેટ પર 184 રન બનાવ્યા હતા. જ્યાં રાજસ્થાન રોયલ્સ માટે 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો 185 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થનાની ટીમ 19.4 ઓવરમાં 138 રન પર ઓલઆઉટ થઈ. રાજસ્થાન માટે રાહુલ તેવતિયાએ સૌથી વધારે 38 રન બનાવ્યા. જયસ્વાલે 34 રનની ઈનિંગ રમી હતી .

સાથે દિલ્હીએ પાંચમી જીત મેળવી પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી ગઈ. તેની છઠ્ઠી મેચ હતી. બીજી બાજુ રાજસ્થાનને સતત ચોથી હાર મળી. રાજસ્થાનની પણ છઠ્ઠી મેચ હતી. તેણે પોતાની શરૂઆતની બંન્ને મેચ જીતી પરંતુ તે બાદ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું.હતું 

રાજસ્થાનની શરૂઆત સારી રહી નહોતી અને દિલ્હીના સ્પિનર આર. અશ્વિને 13 રનના સ્કોર પર ધવનના હાથે કેચ કરાવ્યો. કેપ્ટન સ્ટીવ સ્મિથે 17 બોલમાં 24 રન બનાવ્યા હતા અને એનરિક નોર્ખિયા આઉટ થયો હતો. સ્મિથે હેટમિરને કેચ આપ્યો હતો. સંજુ સેમસનનું નબળું ફોર્મ ચાલુ છે અને તેણે માત્ર 5 રન સાથે શરણાગતિ સ્વીકારી હતી. સ્ટોઇનીસના બોલ પર તે હેટમિઅરનો કેચ પકડે છે. મહિપાલ લોમ્મર એક રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો અને તેનો કેચ અક્ષર પટેલે અક્ષર પટેલને શોર્ટ કવર પર કેચ આપ્યો.

પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 8 વિકેટના નુકસાને 184 રન બનાવ્યા હતા. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં 12 રને દિલ્હીની પ્રથમ વિકેટ પડી હતી. શિખર ધવન 5 રન બનાવી આર્ચરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. પાંચમી ઓવરમાં 42 રન પર બીજી વિકેટ પડી હતી. પૃથ્વી શો 10 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ પણ આર્ચરે લીધી હતી. મેચમા આર્ચરજોફ્રે ત્રણ વિકેટ લીધી હતી.

(12:00 am IST)