Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ભીમ આર્મી અને પીએફઆઇ વચ્ચે કોઇ સંબંધ નથી : ઈડીનો ખુલાસો

ઇડીએ ઉત્તર પ્રદેશ પોલીસની થિયરીનું પણ ખંડન કરીને તેણે બકવાસ ગણાવી

નવી દિલ્હી :ઇડીએ કહ્યું કે ભીમ આર્મી અને પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) વચ્ચે કોઇ સંબંધ નથી. સાથે જ ઇડીએ ઉત્તર પ્રદેશ પોલીસની થિયરીનું પણ ખંડન કરીને તેણે બકવાસ ગણાવી છે. યુપી પોલિસે રજૂ કરેલી થિયરીમાં જણાવવામાં આવ્યું હતું કે હાથરસની ઘટના બાદ હિંસા ભડકાવવા માટે 1000 કરોડ રુપિયાની વિદેશી ફંડિંગ કરવામાં આવી છે. ઇડીના આ ખુલાસા બાદ ઉત્તર પ્રદેશ પોલિસના આ દાવા ઉપર સવાલો ઉભા થયા છે.

આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે હાથરસ કેસમાં પોલિસ અને એસઆઇટીને કેટલીક માહિતિ મળી હતી. આ માહિતિ હાથરસ કેસમાં વિદેશી ફંડિંગ થયું હોવા સાથે જોડાયેલી હતી. પોલિસ અને એસઆઇટીને ભીમ આર્મી અને પીએફઆઇ વચ્ચે સંબંધો મળ્યા છે. આ જાણકારી સામે આવ્યા બાદ પોલિસ અને એસઆઇટે આ એન્ગલમાં પણ તપાસ શરુ કરી છે.

પોલીસને એ પણ જાણકારી મળી હતી કે સફદરગંજ હોસ્પિટલથી લઇને પીડિતાના ગામ સુધી ભીમ આર્મીના માણસો હાજર હતા. આ કાર્યકર્તાઓ પોતાને સામાન્ય માણસો ગણાવતા હતા. ત્યારે ઇડીએ આ તમામ થિયરીને ખોટી ગણાવી છે અને તમામ દાવાઓનું ખંડન કર્યુ છે.

(12:33 am IST)