Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ : 2 આતંકી ઠાર

ભારતીય સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકીઓ ઠાર કરાયા છે આ વિસ્તારમાં ઘણા આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમીના આધારે. ભારતીય સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.

ભારતીય સુરક્ષાદળોને બાતમી મળી હતી કે કુલગામ નજીકના વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે અને કોઈ મોટા ષડયંત્રની યોજના બનાવી રહ્યા છે. બાતમીના આધારે સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની ટીમ સાથે વિસ્તારને ઘેરી લીધો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ફાયરિંગ થયું હતું. આ અથડામણમાં 2 આતંકીઓ ઠાર મરાયા છે.

ભારતીય સુરક્ષા દળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું પરંતુ આતંકીઓએ ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. આ પછી સુરક્ષા દળોએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું.

આ અગાઉ બુધવારે જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ મોડી રાત સુધી મોટી કાર્યવાહી કરી હતી. એન્કાઉન્ટર બાદ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે સાંજે આ વિસ્તારના ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

(10:17 am IST)