Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કેબિનેટમાં ભાજપનો દબદબો : સહયોગી માત્ર એક

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ માટે મોદી પર પ્રેશર વધ્યું: હાલ પાંચ પ્રધાનો પાસે ત્રણ- ત્રણ મંત્રાલયનો હવાલોઃ પાસ્વાન અને સુરેશ અંગાડીનું નિધન : શિવસેના અને એકાલી દળે સાથ છોડ્યો : કુલ ચાર પ્રધાનોની બાદબાકી : હાલ માત્ર આરપીઆઇના આઠવલે જ પ્રધાન : એક પ્રધાન પાસે ચાર મંત્રાલયના કાર્યભાર

નવી દિલ્હી,તા.૧૦ : શિરોમણી અકાલ દળના વરિષ્ઠ નેતા હરસિમરત કૌર બાદલનું રાજીનામું અને કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃતત્વમાં કેન્દ્રીય કેબિનેટમાં માત્ર ભાજપનું પ્રતિનિધિત્વ જ રહી ગયું છે. કેબિનેટ કક્ષા સિવાય રાજ્યકક્ષાના મંત્રીઓની રીતે જોવામાં આવે તો તે કેટેગરીમાં પણ ભાજપના સાથી પક્ષોમાંથી માત્ર આરપીઆઇના રામદાસ આઠવલે એકલા રહ્યા છે. આમ અત્યારે દેશમાં વાસ્તવિક  અર્થમાં એનડીએ નહીં ભાજપ સરકાર જ અસ્તિત્વમાં છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ તત્કાળ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવું પડે તેમ છે.  સ્થિતિ એવી છે કે ૫ પ્રધાનો તો ૩-૩ મંત્રાલય સંભાળી રહ્યા છે.

બીજા કાર્યકાળમાં સરકારના ૪ પ્રધાનો ઘટી ગયા છે. જેમાં ૩ કેબિનેટ મંત્રી છે ૧ મંત્રી પાસે ૪ મંત્રાલય છે ત્યારે ૫ પ્રધાન તો ૩-૩ મંત્રાલયો સંભાળે છે.

મોદી સાથે ૨૦૧૯માં ૫૭ પ્રધાનોએ શપથ લીધા હતાં જેમાં ૨૪ કેબીનેટ અને ૯ રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર અને ૨૪ રાજ્ય મંત્રી હતાં તે પછી સવાવર્ષમાં ફેરબદલ નથી થયું. ૪ પ્રધાનો ઘટી ગયા છે

શિવસેના અને એકાળીદળેએ એનડીએ સાથે સંબધો તોડ્યા બંનેને ૧-૧ કેબિનેટ મંત્રી હતા. અરવિંદ સાવંત-હરસિમરત કૌરે રાજીનામુ આપ્યું પાસવાનના નિધન થી વધુ એક કેબિનેટ પદ ખાલી થયું અગાઉ રાજ્યમંત્રી સુરેશ અંગાડીનું નિધન થયું હતું.

આના કારણે કેટલાક પ્રધાનો ઉપર બોજો વધી ગયો છે. નરેન્દ્રસિંહ તોમર પાસે ૪ મંત્રાલય કૃષિ, ગ્રામિણ વિકાસ પંચાયતી રાજ અને ખાદ્ય મંત્રાયય છે. પાંચ પ્રધાનો રવિશંકર, ડો.-હર્ષ વર્ધ, પિયુષ ગોયલ, પ્રહલાદ જોષી અને જાવડેકર ૩-૩ ખાતા સાચવે છે. સરકારમાં ૭૦ પ્રધાનો સાથે કામ થતું હોય છે.

હાલ કેબિનેટ અને રાજ્ય કક્ષા બધા મળીને ૫૩ પ્રધાનો છે. તેમાં ભાજપ સિવાય એનડીએમાં અન્ય સાથી પક્ષો પૈકી ફકત આરપીઆઇનું પ્રતિનિધિત્વ છે. મંત્રી મંડળમાં સહયોગી પક્ષોમાંથી ફકત રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઇ)ના રામદાસ અઠાવલે જ છે, એ પણ સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય કક્ષાના જ મંત્રી છે. લોક જનશકિત પાર્ટી (એલજેપી) ના પાસવાનના અવસાન પહેલા અકાલી દળના હરસિમરત કૌરે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ કૃષિ કાનૂનના વિરોધમાં એનડીએથી જુદા પડ્યા છે. ભાજપનો એક પ્રમુખ સહયોગી શિવસેના પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી પદના વિવાદને પગલે એનડીએથી જુદો પડ્યો હતો. આના કારણે શિવસેનાના કવોટાથી કેન્દ્રીય મંત્રી રહેલા અરવિંદ સાંવતે રાજીનામું આપ્યું હતું. ગત મહિને કર્ણાટક ભાજપના નેતા અને રેલ રાજ્યમંત્રી સુરેશ અંગાડીનું અવસાન થયું હતું

હવે બે મંત્રીઓના અવસાન અને બે સહયોગી દળો એનડીએ થઇને રાજીનામા આપ્યા બાદ કેન્દ્રીય કેબિનેટ કક્ષાના પ્રધાનોની સંખ્યા ૨૧ થઇ છે. એ તમામ ભાજપના છે. મંત્રીમંડળના નવ સભ્યો સ્વાતંત્રય હવાલા સાથે રાજ્યમંત્રી છે. એટલે કેન્દ્રીય મંત્રીમંડળની કુલ સંખ્યા ૫૩ થઇ છે.

વડાપ્રધાન મોદીએ પોતાના દ્વિતીય કાર્યકાળમાં ભાજપ સહિત વિવિધ પક્ષોના ૫૭ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતુ. એ પૈકી પાસવાન, હરસિમરત કૌર બદલ અને સાવંત સહિત ૨૪ નેતાઓને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા, જ્યારે અઠાવલેના રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

વધુ ૨૮ પ્રધાનો ઉમેરી શકાય તેમ છે

મોદી મંત્રીમંડળની રચનાને એક વર્ષનો સમય થઇ ગયો  છતાં હજુ વિસ્તરણ થયુ નથી. નિયમોના અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળમાં વડાપ્રધાન અને મંત્રીઓ સહિત  કુલ લોકસભા સાંસદોના ૧૫ ટકાથી વધુ મંત્રીઓ હોવા જોઇએ નહીંં આ પ્રમાણે કેન્દ્રીય કેબિનેટમાં કુલ મંત્રીઓની સંખ્યા ૮૧ સુધી રાખી શકાય છે. એટલે વડાપ્રધાન મોદી હજુ પોતાના મંત્રીમંડળમાં ૨૭ મંત્રીઓને સામેલ કરી શકે છે. વર્તમાન પરિસ્થિતીને જોતાં કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ અને ફેરબદલના અણસાર મજબુત રીતે દેખાઇ રહ્યા છે.

એક કરતાં વધુ ખાતાં ધરાવતા અનેક મંત્રી

કેન્દ્ર સરકરમાં કેટલાક મંત્રીઓ એવા છે, જેમની પાસે એક કરતાં વધુ મંત્રામલયોની જવાબદારી છે. જેમ કે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની પાસે ગ્રામીણ વિકાસની સાથે સાથે પંચાયતી રાજ વિભાગની જવાબદારી છે. ઉપરાંત તેમને હરસિમરત કૌર રાજીનામુ આપતાં ખાદ્ય વિભાગને વધારાની જવાબદારી સોંપાઇ છે. પાસવનના અવસાન બાદ રેલ્વે રાજયમંત્રી પીયુષ ગોયલને ગ્રાહકો, ખાદ્ય અને જોહર વિતરણ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપાઇ છે. ગોયલની પાસે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની પણ જવાબદારી છે.

બિહાર પરિણામોની રાહ

બીજી તરફ બિહારના વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૧૦ નવેમ્બર જાહેર થશે. આના અનુસંધાનમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ મોદી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થઇ શકે છે. અહીંયા નોંધવુ રહ્યું કે બિહારમાં ભાજપ અને JDU સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. , JDU કેન્દ્રમાં NDA નો હિસ્સો છે. પરંતુ એ મંત્રીમંડળમાં સામેલ નથી. તેનાથીછ વિપરીત જેડીયુ સાથે મતભેદ થવાના કારણે એલજેપી બિહારમાં એકલા હાથે ચૂંટણી લડી રહ્યું છે. જ્યારે પાસવાન LJPના કવોટાથી મોદી સરકારમાં મંત્રી હતા.હવે મોટા સહયોગી તરીકે NDAમાં ભાજપની સાથે ફકત જેડીયુ છે. ગત લોકસભા ચૂંટણી વખતે આંધ્રપ્રદેશની TDO પણ NDAથી અલગ થઇ ગઇ હતી.

(11:22 am IST)