Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

સરકારે હાથ ઉંચા કરી દીધા

મોરેટોરિયમમાં હવે કોઇ રાહત સંભવ નથી

હવે કોઇપણ રાહત ઇકોનોમી અને બેંકો માટે ઘાતક પુરવાર થશે

નવી દિલ્હી તા. ૧૦ : લોન મોરેટોરિયમ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, વિવિધ સેકટર્સને પુરતી રાહત આપવામાં આવી છે. વર્તમાન મહામારી વચ્ચે સરકાર પાસે સંભાવ નથી કે આ સેકટર્સને વધુ રાહત આપવામાં આવે. કેન્દ્રએ એ બાબત ઉપર પણ ભાર મૂકયો કે નાણાકીય નીતિઓના મામલે કોર્ટ કોઇ હસ્તક્ષેપ કરવો ન જોઇએ.

હાલમાં જ જમા કરવામાં આવેલા સોગંદનામામાં સરકારે કહ્યું હતું કે, નીતિ ઘડવાનું કામ સરકારનું છે અને કોર્ટે ખાસ સેકટર્સના આધારે નાણાકીય રાહત આપવાના મામલામાં પડવું ન જોઇએ. ૨ કરોડ રૂપિયા સુધીના ચક્રવૃધ્ધિ વ્યાજની છુટ સિવાય અન્ય કોઇ રાહત આપવી એ દેશના અર્થતંત્ર અને બેન્કીંગ સેકટર માટે હાનીકારક સાબિત થઇ શકે તેમ છે.

ગયા સપ્તાહે સરકારે કોર્ટને કહ્યું હતું કે તે ૨ કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ કરવા તૈયાર છે. રિઝર્વ બેંકે માર્ચથી ઓગસ્ટ સુધી લોકોને રાહત આપતા લોન મોરેટોરીયમ જાહેર કર્યું હતું કે જેથી મહામારીના સમયમાં દર મહિને હપ્તા ભરવાથી રાહત મળે.

(11:23 am IST)