Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

મસાલા ચાય આઇસ્ક્રીમ વિથ પરાઠા

સોશ્યલ મીડિયા પર વધુ એક વિચિત્ર વાનગીનો જંગ મંડાયો

મુંબઇ, તા.૧૦: સોશ્યલ મીડિયા બિનજરૂરી ચર્ચાઓ અને પંચાતો માટે કુખ્યાત હતું અને એમાં છેલ્લા ૬ મહિનાથી કોરોનાના લોકડાઉનની નવરાશ ઉમેરાઈ છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર લોકો દ્યેરબેઠાં કરેલા વાનગીઓના અવનવા પ્રયોગો રજૂ કરે અને એની ચર્ચાના નામે જાણે જંગ મંડાયો હોય એ રીતે બે પક્ષ પડી જાય છે. ભૂતકાળમાં સ્વીટ મેગી વિથ મિલ્ક એન્ડ રોઝ, ચોકલેટ સમોસાં પાઉં એન્ડ ફ્રાઇડ ચિકન ડીપ્ડ ઇન ચોકલેટ સોસ જેવી વાનગીઓ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર ચર્ચાસ્પદ બની ચૂકી છે. હવે મસાલા ચાય આઇસક્રીમ વિથ શુગર લેસ્ડ પરાઠા વિવાદનો વિષય બન્યાં છે.

ઓવૈસ સિદ્દીકી નામના ટ્વિટર-યુઝરે નાસ્તામાં ચા સાથે પરોઠાના જાણીતા કાઙ્ખમ્બિનેશનને ધ્યાનમાં રાખીને ખાંડ ભભરાવેલા પરોઠાની સાથે મસાલા ચાય આઇસક્રીમનો પ્રયોગ પોસ્ટ કર્યો હતો. એમાં મસાલા ચાની ફ્લેવર ધરાવતા આઇસક્રીમના સ્કૂપ્સને પરાઠાની અંદર ગોઠવીને પીરસવામાં આવ્યાં છે. આ વિડિયો સાથે મૂકવામાં આવેલી તસવીરો કેટલાકને બહુ જ ગમી છે, પરંતુ જે કોમ્બિનેશન રજૂ થયું છે એના વિશે જબરા મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.

(11:27 am IST)