Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કોરોનાથી બચવું હોય તો આયુષ મંત્રાલયની નવી ગાઇડલાઇનનો કરો અમલ

નવી દિલ્હી,તા. ૧૦: કોવિડ-૧૯નું સંક્રમણ હજુ પણ ચાલુ જ છે. અત્યાર સુધી તેનો કોઇ સ્થાયી ઇલાજ નથી મળ્યો. પણ દર્દીઓ સાજા પણ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત કોવિડ-૧૯થી બચવાના ઉપાયોની માહિતી આપવામાં આવી રહી છે. અને તેનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં આયુષ મંત્રાલયે કોરોનાને ફેલાતો રોકવા માટે નવી ગાઇડ લાઇન બહાર પાડી છે.

તેના અનુસાર રોજ યોગ, ચ્યવનપ્રાશનું સેવન, હળદર, ધાણાં, જીરા જેવા મસાલાઓનો ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શકિત વધશે અને કોવિડ-૧૯થી બચાવ થશે.

આયુર્વેદ ડોકટર અવધેશ શર્માએ જણાવ્યું કે કોઇ પણ રોગની સારવાર કરવી તેના કરતા તેને આવતો રોકવાએ વધુ સારૂ છે. તેના માટે આપણે પોતાની ઇમ્યુનીટી વધારવાની જરૂર છે.

આયુષ મંત્રાલય દ્વારા બહાર પડાયેલ ગાઇડ લાઇન અનુસાર, ગરમ પાણી પીવું, તાજે તાજું ખાવું, ચ્યવનપ્રાશનું સેવન અને યોગ કરવાથી ઇમ્યુનીટી વધશે અને કોરોનાથી બચી શકાશે.

આયુષ મંત્રાલયની ગાઇડ લાઇન્સ

. આખો દિવસ ગરમ પાણી પીવું

. ગરમ અને તાજુ બનાવેલું ભોજન જ જમવું

.ઓછામાં ઓછી ૩૦ મીનીટ યોગ, પ્રાણાયામ કરવો.

.ભોજન બનાવતી વખતે તેમાં હળદર, ધાણા, જીરા જેવા મસાલાઓનો ઉપયોગ કરવો.

. ઇમ્યુનીટી વધારવા રોજ સવારે ૧ ચમચી ચ્યવનપ્રાશ ખાવો

(2:41 pm IST)