Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

૨૦૧૮-૧૯ના વાર્ષિક GST રિટર્નમાં એક જ નાણાં વર્ષનો બિઝનેસ દર્શાવવા નિર્દેશ

નવી દિલ્હી, તા.૧૦: નાણા મંત્રાલયે શુક્રવારે તમામ કરદાતાઓને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં લીધેલા વાર્ષિક જીએસટી રીટર્નમાં જ પોતાનું ટ્રાંઝેકશન બતાવવા જણાવ્યું છે.

મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ડેટા પણ ઓટોની પોપ્યુલેટેડ જીએસટીઆર ૯ ના કેટલાક ટેબલોમાં નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પણ ડેટા જોવા મળી રહ્યા છે, જયારે ૨૦૧૭-૧૮ના આ ડેટા પહેલેથી જ કરદાતાઓ દ્વારા ૨૦૧૭-૧૮ના વાર્ષિક રિટર્ન્સમાં છે. મંત્રાલયનું કહેવું છે કે આવી કોઈ સિસ્ટમ નથી કે જેના અંતર્ગત ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ના ડેટાને ૨૦૧૮-૧૯ના જીએસટીઆર -૯ ફોર્મમાં ભરેલા ડેટાથી અલગ કરી શકાય.

GSTR- 9 એક વાર્ષિક રિટર્ન છે, જે કરદાતાઓ દ્વારા વસ્તુ અને સેવા કર (જીએસટી) શાસન હેઠળ દાખલ કરવામાં આવે છે. આ હેઠળ વર્ષભરની કારોબારી પ્રવૃત્ત્િ।ઓની પૂરી જાણકારી આપવાની હોય છે. GSTR-9C એક પ્રકારનું ઓડિટ ફોર્મ હોય છે, જેને GSTR-9 અને ઓડિટ કરવામાં આવેલ વાર્ષિક નાણાકીય વિવરણ વચ્ચે સમાધાનની ઘોષણા માનવામાં આવે છે. ગયા મહિને સરકારે ૨૦૧૮-૧૯ માટે જીએસટી એન્યુઅલ રિટર્ન અને ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને ૩૧ ઓકટોબર કરી હતી.

(3:13 pm IST)