Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રસી સિવાય રસ્તો નહિઃ કોરોના અટકશે નહીં ત્યાં સુધી અર્થતંત્રમાં વેગ નહીં આવેઃ IMF

લંડન, તા.૧૦: જયાં સુધી કોરોનાનો ચેપ પ્રસરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નિર્ણયાત્મક અને લાંબા ગાળાની આથક રિકવરી થાય તેમ લાગતું નથી, ભલેને સરકારો લોકડાઉન ઉઠાવી લેવાની વાતો કરે પણ તેનાથી ઝાઝો ફરક પડવાનો નથી તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે-આઇએમએફ- જણાવ્યું હતું.આઇએમએફ દ્વારા કરવામાં આવેલાં સંશોધનમાં જણાયું છે કે સરકારોએ લોકડાઉન લાદીને ગ્લોબલ મંદીમાં મોટું યોગદાન આપ્યું છે પણ લોકોએ જાતે સોશ્યલ ડિસ્ટન્સિગ જાળવવાનું પસંદ કર્યું હોવાથી તેને કારણે મંદી વકરી છે. આઇએમએફ હવે વિશ્વ બેન્ક સાથે મળીને ૧૩ ઓકટોબરે નવો વરતારો બહાર પાડશે.

બીજી તરફ યુકેમાં ઓગસ્ટમાં ધાર્યા પ્રમાણે આથક રિકવરી થઇ નથી. જુલાઇમાં ૬.૬ ટકાની રિકવરી સામે ઓગસ્ટ મહિનામાં માંડ ૨.૧ ટકા રિકવરી થતાં યુરોપમાં યુકે આ મામલે અન્ય દેશોની સરખામણીમાં પાછળ પડી ગયું છે.બીજી તરફ ફ્રાન્સમાં પાંચ ટકા રિકવરી જણાઇ છે. ચીનમાં સવસ સેકટરમાં સપ્ટેમ્બર મહિનામાં વૃદ્ઘિ થઇ હોવાનું જણાયું હતું. જુન મહિનાથી પરચેજિંગ મેનેજર ઇન્ડેકસ ૫૦ કરતાં ઉપર જ રહ્યો છે. ચીની ઇકોનોમીનો ૬૦ ટકા હિસ્સો સવસ સેકટર પર નિર્ભર છે. અડધા કરતાં વધારે શહેરી નોકરીઓ આ ક્ષેત્રમાં છે.

(3:14 pm IST)