Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

જમ્મુ કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં ૪ આતંકવાદી ઠાર

ટ્યુબ દ્વારા નદી પાર કરાવી હથિયારોનો મોટો જથ્થો કબ્જે લેવાયો

કાશ્મીરમાં સુરક્ષાદળોએ બે ઓપરેશનો હાથ ધરી આતંકીઓને ઠાર મારી મોટી સંખ્યામાં ગોળા બારૂ અને હથિયારો કબ્જે લીધા છે : બંને ઓપરેશન પુલવામા જીલ્લાના દદરૂરા વિસ્તારમાં થઈ હતી : થોડીક ક્ષણોમાં ત્રાસવાદીઓને ફૂંકી મારવામાં આવેલ લશ્કરે પાકિસ્તાન સેના દ્વારા નદીના પાણીના રસ્તે ટ્યુબના માધ્યમથી મોકલેલ હથિયારો અને દારૂગોળો કબ્જે લીધો છે : પુલવામા ઉપરાંત કુલગામ જીલ્લાના ચીન ગામ વિસ્તારમાં પણ બે આતંકીઓને ઠાર મારવામાં આવેલ છે : બંને હિઝબુલ મુઝાહીદ્દીનના હતા : ભારતીય જવાનોએ કુપવાડામાં એલઓસી ઉપર કિશનગંગા નદીના કિનારે શંકાસ્પદ હિલચાલ નજરે પડતા સર્ચ ઓપરેશન હાથ ધરેલ જે દરમિયાન સરહદની પેલે પારથી પાકિસ્તાન સેનાએ આતંકીઓ માટે ટાયર ટ્યુબની મદદથી નદીના રસ્તે ભારતીય સરહદમાં હથિયારોની મોટી ખેપ મોકલી હતી. જે કબ્જે લેવામાં આવેલ : જેમાં -એકે ૪૭ રાઈફલ, મેગેઝીન અને ૨૦૦ એકે ૪૭ રાઈફલના રાઉન્ડ સહિત અન્ય ગોલા બારૂ કબ્જે લીધેલ છે

(4:48 pm IST)