Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ગુજરાતમાં હવે બનશે ફલાઇંગ કારઃ ભારતમાં પણ માણી શકાશે કારમાં ઉડવાની મજાઃ નેધરલેન્‍ડની કંપની પર્સનલ એર લેન્‍ડ વ્‍હીકલનો પ્‍લાન્‍ટ ગુજરાતમાં નાખવા જઇ રહી છે

નવી દિલ્હી/ગાંધીનગર: હવે ભારતમાં પણ તમને ફ્લાઈંગ કારની મજા માણી શકો છો. નેધરલેન્ડની કંપની Pal-V (પર્સનલ એર લેન્ડ વ્હીકલ) જલ્દી ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ નાંખી શકે છે. શહેરોના ટ્રાફિકમાં અટવાતા તમે પણ કહેતા જ હશો કે, કાશ કોઈ ફ્લાઈંગ કાર  હોય અને તેમા બેસીને ઉડીને નીકળી જવાતું હોય. જો કે તમારો આ વિચાર હવે ખરેખર સાચો સાબિત થઈ શકે છે.

નેધરલેન્ડની ફ્લાઈંગ કાર બનાવનારી કંપની Pal-V ગુજરાતમાં પ્લાન્ટ લગાવવા જઈ રહી છે. આ કાર તમને ટ્રાફિકમાં કારની ફીલિંગ તો આપશે જ, પરંતુ આ સાથે જ ટ્રાફિકથી નીકળીને ઉડવા માટે સીધુ ટેક ઑફ પર કરી શકશો. આ માટે તમારે માત્ર 30 બાય 30 ફૂટની ખુલ્લી જગ્યા મળવી જોઈએ. આ કારની  કિંમત 3.5 થી 4 કરોડ રૂપિયાની આસપાસ હશે.

ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે, PAL-Vના વાઈસ પ્રેસિડન્ટ કાર્લો માસબોમિલે અને ગુજરાતના મુખ્ય સચિવ એમ કે દાસ વચ્ચે એક MoU પણ સાઈન થઈ ચૂક્યાં છે.

કંપનીના સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્ય સરકાર તરફથી PAL-Vના પ્લાન્ટ સેટઅપ કરવાને લઈને દરેક પ્રકારની મંજૂરી મળવામાં મદદ કરી રહી છે. PAL-Vના ઈન્ટરનેશનલ બિઝનેશ વાઈસ પ્રેસિડન્ટ કાર્લો માસબોમિલેએ જણાવ્યું કે, રસ્તા પરથી પસાર થતી કાર 3 મિનિટ દોડતા જ ઉડતી કારમાં ફેરવાઈ જશે. જ્યારે તે લેન્ડિંગ કરશે, ત્યારે તેનું એક એન્જિન કામ કરશે. જેથી ગતિની સીમા 160 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

હકીકતમાં Pal-V ભારતમાં ઑટો કે એવિએશન સાથે સંકળાયેલી મોટી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરવા ઈચ્છે છે અને ગુજરાતમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીને પોતાનો પ્લાન્ટ સ્થાપવા ઈચ્છે છે. ચોક્કસ સમય જણાવવો તો અત્યાર મુશ્કેલ છે, પરંતુ ભવિષ્યમાં ભારતના રસ્તાઓ પર ફ્લાઈંગ કાર જોવા મળશે, તે એક હકીકત છે.

(5:09 pm IST)