Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રાજસ્થાનમાં પૂજારી હત્યા :10 લાખની સહાય અને આરોપીની ધરપકડની ખાતરી:ધરણા પુરા

તંત્ર પરિવારને કરાર પર નોકરી, ઈન્દિરા આવાસ પણ આપશે

જયપુરઃ રાજસ્થાનના કરૌલીમાં સળગાવીને મારી નાખવામાં આવેલા પૂજારાના પરિવારે ધરણા પૂરા કર્યા છે. આ પહેલા પીડિત પરિવારે અંતિમ સંસ્કાર કરવાની ના પાડી હતી. પૂજારી બાબુલાલના પરિવારનું કહેવું હતું કે, તેની માગ પૂરી નહીં થાય તેઓ અંતિમ સંસ્કાર કરશે નહીં.

બાદમાં એસડીએમ ઓપી મીણા, તહસીલદાર દિનેશ ચંદ્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાજ્યસભા સાંસદ ડોક્ટર કિરોડી મીણા સાથે ધરણાને લઈને વાતચીત થઈ હતી. તંત્રએ પરિવારને કરાર પર નોકરી, ઈન્દિરા આવાસ, 10 લાખની આર્થિક સહાયતાની સાથે-સાથે આરોપીઓની ધરપકડનું આશ્વાસન આપ્યું છે. ત્યારબાદ પીડિત પરિવારે ધરણા પૂરા કરવાનો નિર્ણય કર્યો છે.

આ વચ્ચે રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ કરૌલીમાં પૂજારીની હત્યાના મામલાને લઈને સીએમ અશોક ગેહલોત સાથે વાત કરી હતી. રાજ્યપાલે આ મુદ્દાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્યપાલ સચિવ તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે સીએમ અશોક ગેહલોતે આશ્વાસન આપ્યુ છે કે ઘટનાની તપાસ થઈ રહી છે અને દોષિતોને છોડવામાં આવશે નહીં.

(6:30 pm IST)