Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

પ્રાઇવેટ મેડિકલ કોલેજો એન.આર.આઇ.ક્વોટા ફરજીયાત રાખવા માટે બંધાયેલી નથી : આ ક્વોટા રાખવામાં આવ્યો ન હોય તો તેવી નોટિસ સંચાલકોએ સમયસર આપી દેવી જરૂરી : જો ક્વોટા રાખવામાં આવ્યો હોય તો 15 ટકાની મર્યાદા જરૂરી : સુપ્રીમ કોર્ટનો ચુકાદો


ન્યુદિલ્હી : પ્રાઇવેટ મેડિકલ કોલેજો એન.આર.આઇ.ક્વોટા ફરજીયાત રાખવા માટે બંધાયેલી નથી તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટએ આપ્યો છે.
નામદાર ન્યાયધીશ એલ.નાગેશ્વર રાવ તથા એસ.રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે એન.આર.આઇ.ક્વોટા,કે મેનેજમેન્ટ ક્વોટા માટે નક્કી કરાયેલી મર્યાદામાં રહીને પ્રવેશ આપવો  કે કેમ તે બાબત પ્રોફેશનલ તથા ટેક્નિકલ કોર્સ ભણાવતી પ્રાઇવેટ મેડિકલ શૈક્ષણિક સંસ્થાઓની સત્તામાં આવે છે.
નામદાર કોર્ટે વધુમાં જણાવ્યા મુજબ આ ક્વોટા રાખવામાં ન આવ્યો હોય  તો  તેવી નોટિસ સંચાલકોએ સમયસર આપી દેવી જોઈ જેથી સ્ટુડન્ટ્સને અગાઉથી ખ્યાલ આવી શકે.
એન.આર.આઇ.ક્વોટા રાખવા માટે પ્રાઇવેટ મેડિકલ કોલેજો બંધાયેલી નથી તેવા રાજસ્થાન હાઇકોર્ટે આપેલા ચુકાદાની વિરુદ્ધમાં કરાયેલી પિટિશનના અનુસંધાને સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.સાથોસાથ જે કોલેજો આ ક્વોટા રાખે છે તે 15 ટકાની મર્યાદામાં હોવો જોઈએ તેમ જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:52 pm IST)