Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમેરિકાના ન્યુયોર્કમાં આવેલી રૂઝવેલ્ટ હોટેલને તાળા : પાકિસ્તાન ઇન્ટરનૅશનલ એરલાઈન્સની માલિકીની હોટલ 31 ઓક્ટોબરથી કાયમ માટે બંધ કરી દેવાઈ : 1924 ની સાલમાં ખુલ્લી મુકાઈ હતી

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં આવેલી પાકિસ્તાન ઇન્ટરનૅશનલ એરલાઈન્સની માલિકીની હોટલ રૂઝવેલ્ટ  31 ઓક્ટોબરથી કાયમ માટે બંધ કરી દેવાઈ છે.

1924 ની સાલથી યાત્રિકોની સેવામાં કાર્યરત હોટેલ રૂઝવેલ્ટ હવે 100 વર્ષ જેટલા સમયગાળા પછી  ઇતિહાસ બની જશે.ન્યુયોર્કના મેનહટનમાં મેડિસન એવન્યુ તથા 45 મી સ્ટ્રીટ ના કોર્નર ઉપર આવેલી આ હોટેલ 31 ઓક્ટોબરથી આર્થિક કારણોસર  કાયમ માટે બંધ કરવામાં આવી રહી છે.તેવું હોટલના સંચાલકોએ ફેસબુકના માધ્યમથી જણાવ્યું હતું.

(7:03 pm IST)