Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

આર્મિનિયાનાં યરસ્ખ ગામનાં વિસ્તારમાં રશિયન હેલિકોપ્ટર એમઆઇ-24 ક્રેશ : 2 મોત : 1 ઘાયલ

વિમાને એક મિસાઇલ સાથે ટકરાયા બાદ નિયંત્રણ ગુમાવી દીધું,

મોસ્કો:આર્મિનિયા અને અઝરબૈઝાન વચ્ચે યુધ્ધમાં એન્ટ્રી લીધા બાદ રશિયાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાનાં સમાચાર આવ્યા છે, સોમવારે આર્મિનિયાનાં યરસ્ખ ગામનાં વિસ્તારમાં એક રશિયન હેલિકોપ્ટર એમઆઇ-24ને અજ્ઞાત દળોએ તોડી પાડ્યું છે, આ હુમલામાં હેલિકોપ્ટરનાં ક્રુનાં સભ્યોનાં મોત થયા છે, ત્યાં જ અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે, મંત્રાલયે કહ્યું કે વિમાને એક મિસાઇલ સાથે ટકરાયા બાદ નિયંત્રણ ગુમાવી દીધું, જે સમયે હેલિકોપ્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો, તે જ સમયે તે આર્મિનિયાનાં વિસ્તારમાં સ્થિત રશિયાની 102માં મિલિટરી બેઝની સુરક્ષામાં લાગ્યું હતું, રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે હેલિકોપ્ટરનાં બે ક્રુ મેમ્બરનું હુમલામાં મોત થઇ ગયું, ત્યાં જ અન્ય એક ગંભીર રીતે ઘાયલ થઇ ગયો, તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

શિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે રશિયન હેલિકોપ્ટર પર હુમલો કરનારો કોણ હતો તે જાણી શકાયું નથી, 102માં સૈન્ય બેઝનો કમાન્ડ તેની તપાસ કરી રહ્યો છે, ખાસ બાબત એ છે કે જે સ્થળે હેલિકોપ્ટર પર હુમલો કરવામાં આવ્યો તે નાગોર્નો-કારાબાખમાં સક્રિય યુધ્ધ વિસ્તાર હેઠળ આવતો નથી, અત્રે ઉલ્લેખનિય છે કે બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં રશિયાએ હજુ સુધી સીધી એન્ટ્રી નથી લીધી

(8:50 am IST)