Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

શરમજનક ઘટના! આરોપીએ ઘરમાં ઘૂસીને સગીરા સાથે કર્યું દુષ્કર્મઃ પંચાયતે ચિઠ્ઠીઓ નાંખીને નક્કી કરી પીડિતાની આબરૂની કિંમત

પંચાયતમાં ૫૦, ૬૦, ૭૦ હજાર ત્રણ ચિઠ્ઠીઓ બનાવીને લોટરી નાંખી હતીઃ પીડિતા જે ચિઠ્ઠી ઉઠાવશે તે આરોપીને દંડ આપવો પડશે

સીતાપુર,તા. ૧૦: : ઉત્ત્।ર પ્રદેશમાં માનવતાને શર્મસાર કરનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ઘરમાં ઘૂસીને આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યું હતું. ત્યારબાદ ગામમાં પંચાયત બોલાવવામાં આવી હતી. પંચાયતમાં લોટરી થકી સગીરાની આબરુની કિંમત નક્કી કરવામાં આવી હતી. પંચાયતમાં થયેલા અપમાન અને ન્યાયની આસ લગાવીને પીડિતા પોલીસ પાસે પહોંચી હતી. જયારે પોલીસે પણ છેડતીની કલમો લગાવીને જવાબદારીઓથી પાછી હટી હતી. જોકે, ઘટના મીડિયાના ધ્યાનમાં આવતા પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી કાર્યવાહી કરવાની વાત જણાવી હતી.

મળતી માહિતી પ્રમાણે ઉત્ત્।ર પ્રદેશના સીતાપુર પોલીસ સ્ટેશન  વિસ્તારમાં આવેલા એક ગામમાં ૧૭ વર્ષની સગીરાએ આરોપ લગાવ્યો છે કે, ૨૯ ઓકટોબરે તે પોતાના ઘરમાં ઊંઘતી ત્યારે પડોશમાં રહેતો યુવક મોહમ્મદ અહમદ પોતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાની બુમો સાંભળીને માતાની આંખ ખુલી ગઈ અને માતાએ આરોપીને દબોચી લીધો હતો. પીડિતાની માતાનું કહેવું છે કે તેણે ગામના લોકોને બોલાવીને આખી ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ ગામના લોકોએ આ મુદ્દો પંચાયતમાં રાખ્યો હતો.

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આ મામલે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન જઈ રહી હતી. ત્યારે આરોપીઓએ આરોપીઓએ મામલા માટે પંચાયત બોલાવી હતી. પંચાયતે અનેક લોકો સામે પીડિતાની આબરુની કિંમત લગાવી હતી.

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે પંચાયતમાં ૫૦, ૬૦, ૭૦ હજાર ત્રણ ચિઠ્ઠીઓ બનાવીને લોટરી નાંખી હતી. પીડિતા જે ચિઠ્ઠી ઉઠાવશે તે આરોપીને દંડ આપવો પડશે. ત્યારબાદ મામલો રફાદફા થઈ જશે. પીડિતાએ આરોપ છે કે પંચાયતે તેની કિંમત ૫૦,૦૦૦ લગાવી હતી અને દબંગોએ આ મામલાને ખત્મ કરવાની ધમકી આપી હતી.

પીડિતાનું કહેવું છે કે પંચાયમાં થયેલા અપમાન અને પોતાની સાથે થયેલા અત્યાચારો સામે ન્યાય મેળવવા માટે ૨ નવેમ્બરની સવારે પોલીસ સ્ટેશન પહોંચી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ૨૪ કલાક વિતવા છતાં પણ પોલીસે ફરિયાદ ન લીધી. ત્યારબાદ પીડિતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે ગઈ હતી.ત્યારબાદ લોટરીથી આબરુની કિંમત લગાવવાની ઘટના બાદ અધિકારીઓએ કડક કરાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

(11:34 am IST)