Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જમ્મુ- કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને સફળતા :એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર

કુટપોરા વિસ્તારમાં આતંકીઓના છુપાયા હોવાની સૂચના મળ્યા બાદ ઓપરેશન હાથ ધરાયુ હતું

જમ્મુ- કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોને 2 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. આ સાથે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણકારી મુજબ શોપિયાના કુટપોરા વિસ્તારમાં આતંકીઓના છુપાયા હોવાની સૂચના મળ્યા બાદ પોલીસ , સેનાની 34 આરઆર અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

 

આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઈને સુરક્ષાદળો પર ફાયરિંગ શરુ કરી દીધુ હતુ. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી દરમિયાન આ 2 આતંકવાદીને ઠાર કર્યા હતા. જો કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસના એક અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ આ આતંકવાદીઓને પહેલા આત્મ સમર્પણ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. પરંતુ એવું કરવાથી તેઓએ ના પાડી હતી.

(12:46 pm IST)