Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

LUT હેઠળ GST રિફંડમાં વિલંબથી પરેશાની

ખોટી રીતે ડેફિશિયન્સી મેમો ફટકારી રિફંડ અટકાવાતું હોવાનો પણ ગણગણાટ

મુંબઇ, તા.૧૦: જીએસટી અમલી બન્યા બાદથી રિફંડ મુદ્દે કોઇને કોઇ રાહે પ્રશ્નો ઉપસ્થિત થતા રહે છે. હાલમાં એલયુટી હેઠળના એકસપોર્ટ કિસ્સામાં જીએસટી રિફંડ ઘોચમાં પડવાની ફરિયાદ ઊઠી છે. જેને લઇને હીરાઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગના સાહસિકોને પરેશાની થઇ રહી છે.

 

ઉદ્યોગ સાથે સંકળાયેલાઓ મુજબ, થોડા અરસા પહેલા જાહેર થયેલા નિયમમાં એક જ ગુડૂઝના ડોમેસ્ટિક અને એકસપોર્ટ વ્યવહારોમાં વેચાણ કિંમત અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને એકસપોર્ટ શેત્રે વેચાણ થતા ગુડ્ઝની કિંમત ડોમેસ્ટિક સ્તરની વેચાણકિંમત કરતાં દોઢાથી વધુ નહિ હોવી જોઇએ, તેવું જણાવાયું છે. ઓવરવેલ્યુએશન સહિતની ગેરરીતિ અટકાવવા માટે આ નિયમ બત્તાવવામાં આવ્યો હોવાનું માનવું છે. જોકે, આ નિયમ અંગે ઉદ્યોગકારોમાં પણ અસંતોષ છે. કોઇપણ વસ્તુની કિંમત તેની ગુણવત્તાને આધારે નક્કી થતી હોય છે. જેમાં પણ હીરાઉધોગ સહિતના ક્ષેત્રમાં કિંમતમાં મોટા તફાવત રષેતા હોય છે. આ તબક્કે આ પ્રકારની નિયમને લઇ રિફંડ પ્રોસેસમાં મુશ્કેલી નડી રહી છે. ઘણાના રિફંડ કલેઇમ દ્યોંચમાં પડી રહ્યા છે. આ જ પ્રકારે અન્ય એક ઈશ્યૂમાં ડિપાર્ટમેન્ટમાં દ્વારા ઇન્વટેંડ ડયૂટી સ્ટ્રકચરના રિફંડ કિસ્સામાં ડેફિશિયન્સી મેમો આપવામાં આવી રહ્યા છે. ઘણા કેસમાં તો મલ્ટિપલ ડેફિશિયન્સી મેમો આપવામાં આવી રહ્યા છે, જયારે કેટલાક કેસમાં તો, સરકયુલરમાં નહિ દર્શાવેલા ડોકયુમેન્ટ્સની ડિમાન્ડ થઇ રહી હોવાનો ગણગણાટ છે. અરજી કિલયર હોવા છતાં ખોટી રીતે ડેફ્રિશિયન્સી મેમો અપાતા રિફંડ વિલંબમાં મુકાઇ રહ્યા છે. જે અંગે સીજીએસટી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે. આ અંગે જીજેઇપીસીના રિજિયન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રશ્નો પર અગાઉ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રિફંડ કલેઇમ પ્રોસેસ વધુ ઝડપી થાય તે મુજબના પગલાં ભરવા રજૂઆત કરાઇ છે. અત્રે વધુમાં ઉલ્લેખનીય છે કે. ડિપાર્ટમેન્ટની મેઇલ આઇડી તથા ફોન નંબર પણ અપડેટ થતા નહિ હોય, મુરકેલી નડી રહી હોવાની તંત્ર સમક્ષ ફરિયાદ થતી રહી છે.

(12:54 pm IST)