Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ડેટા પ્રોટેકશન માટે પબજીએ દુનિયાની દિગ્‍ગજ ટેક કંપની માઇક્રોસોફટની સાથે ભાગીદારી કરીઃ કંપની ગેમને રિલોન્‍ચ કરશે

નવી દિલ્હી: PUBG લવર્સ માટે આખરે સારા સમાચાર સામે આવ્યા છે. હવે તમે તમારી પસંદગીની ગેમને ફરી રમવાની તૈયારીઓ કરો. PUBGને ફરી ભારતમાં રિલોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. ડેટા પ્રોટેક્શન માટે PUBGએ દુનિયાની દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટની સાથે ભાગીદારી કરી છે. ટૂંક સમયમાં PUBG રિલોન્ચને લઇને સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

PUBGનો ઉપયોગ કરશે માઇક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસ

ટેક વેબસાઈટ બિઝનેસ ઇનસાઇડર અનુસાર PUBGએ ભારતીય યૂઝર્સના ડેટાને પ્રોટેક્ટ કરવા માટે માઇક્રોસોફ્ટના ક્લાઉડ સર્વિસ અઝૂરે ને પસંદ કર્યું છે. PUBGની પરેન્ટ કંપની ક્રાફ્ટને માઇક્રોસોફ્ટની સાથે આ નવા પ્રોજેક્ટ માટે ભાગીદારી કરી છે. ડેટા પ્રાઇવેસી અને સિક્યોરિટી પર ભારત સરકારના નિયમોના હિસાબથી સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી યૂઝર્સના ડેટાને દેશમાં જ રાખવામાં આવે.

આવશે નવું વેરિફિકેશન પ્રોસેસ

પ્રાપ્ત જાણકારી અનુસાર આ વખતે PUBG રમતા યૂઝર્સને નવી વેરિફેકશન પ્રોસેસથી પસાર થવું પડશે. આ પ્રોસેસ ભારતીય યૂઝર્સના ડેટાને પ્રોટેક્ટ કરવા માટે શરૂ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારત-ચીન સરહદ વિવાદ બાદ કેન્દ્ર સરકારે 224 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભારત સરકારે આઇટી એક્ટના આર્ટિકલ 69એ અંતર્ગત આ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

(5:21 pm IST)