Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગઢડા બેઠક પરથી ભાજપના આત્મારામ પટેલનો વિજય : કોંગ્રેસના મોહનલાલ સોલંકીનો પરાજય

છઠ્ઠા રાઉન્ડના અંતે જ કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકીએ હાર સ્વીકારી લીધી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે આઠ બેઠકોમાં લીંબડી, અબડાસા, મોરબી, કપરાડા, ધારી, કરજણ, ડાંગ અને ગઢડા પર પેટાચૂંટણી યોજાઇ હતી. જેનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં ગઢડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે આત્મારામ પરમારની જીત થઇ છે. ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે 23,047 મત સાથે જીત હાંસલ કરી છે. જ્યારે ગઢડાના કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકીની હાર થઇ છે.

, મતગણતરીની શરૂઆતથી જ ભાજપના ઉમેદવારે સરસાઇથી જીત મેળવી લીધી હતી અને છઠ્ઠા રાઉન્ડના અંતે જ કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકીએ હાર સ્વીકારી મતદાન કેન્દ્ર છોડી દીધું હતું અને ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને તેઓએ શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં. જેનાં લીધે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો ખાલી પડી હતી. આ આઠેય બેઠકો પર 3જી નવેમ્બરે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેનું આજે 10 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરાયું હતું. ત્યારે વિધાનસભાની આઠેય બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળ્યો છે. મહત્વનું છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં પક્ષપલટો કરીને ગયેલા ધારાસભ્યોમાંથી પાંચ ધારાસભ્યોને પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારો તરીકે ઉતાર્યા હતાં. એવામાં એક રીતે જોવા જઇએ તો ભાજપની તમામ બેઠકો પર જંગી જીત થઇ છે. પરંતુ હજી ત્રણ બેઠકોનું પરિણામ આવવાનું બાકી છે.

(6:49 pm IST)