Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કેટલાક ચાર્ટર સામે SOCમાં દ્વીપક્ષીય મુદ્દા ઊઠાવે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસઓસીના સંમેલનમાં ભાગ લીધો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જિનપિંગ કે ઈમરાનનું નામ સુધ્ધાં ન લીધું : બન્ને દેશોના વડાઓની અવગણના કરી

નવી દિલ્હી, તા. ૧૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની તરફથી શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલન ૨૦૨૦મા ભાગ લીધો. ભારત અને ચીનની વચ્ચે સરહદ પર તણાવની સ્પષ્ટ અસર બેઠકમાં જોવા મળી જેમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ભાગ લીધો હતો. સિવાય પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પણ સંમેલનમાં હાજર હતા. પીએમ મોદીએ ના તો પોતાના સંબોધનની શરૂઆતમાં જિનપિંગ કે ઇમરાન ખાનનું નામ લીધું નહીં અને ના તો ભાષણ ખત્મ કરતાં સમયે બધાનો આભાર માનતા ચીન, પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો. આખી મીટિંગમાં જિનપિંગને 'ઇગ્નોરલ્લ કર્યા. પીએમ મોદીના ભાષણ દરમ્યાન જિનપિંગ અને ઇમરાન પૂરો સમય આમ-તેમ જોતા રહ્યા. ચીન અને પાકિસ્તાનનું નામ લીધે વગર મોદીએ કહ્યું કે કેટલાંક દેશ એસસીઓમાં દ્વિપક્ષીય મુદ્દો ઉઠાવાની કોશિષ કરે છે. એસસીઓ ચાર્ટરની વિરૂદ્ધ છે.

પીએમ મોદીએ કહ્યું કે આપણે હંમેશા આતંકવાદ, ગેરકાયદેસર હથિયારોની તસ્કરી, ડ્રગ્સ અને મની લોન્ડ્રિંગના વિરોધમાં અવાજ ઉઠાવીએ છીએ. ભારત એસસીઓ ચાર્ટરમાં નક્કી સિદ્ધાંતો અનુસાર એસસીઓના અંતર્ગત કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતામાં દ્રઢ રહે છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે એસીઓ એજન્ડામાં વારંવાર બિનજરૂરી દ્વિપક્ષીય મુદ્દાઓ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે એસસીઓ ચાર્ટર અને શાંઘાઇ સ્પિરિટનું ઉલ્લંઘન કરે છે. પ્રકારના પ્રયાસ એસસીઓને પરિભાષિત કરનાર સર્વસહમતિ અને સહયોગની ભાવનાની વિપરીત છે.

મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં સંયુકત રાષ્ટ્રના લક્ષ્યો પર વાત કરી. તેમણેકહ્યું કે સંયુકત રાષ્ટ્ર પોતાના ૭૫ વર્ષ પૂરા કર્યા છે. પરંતુ અનેક સફળતાઓ બાદપણસંયુકત રાષ્ટ્રનું મૂળ લક્ષ્ય અધૂરું છે. મહામારીની આર્થિક અને સામાજિક પીડાથી ઝઝૂમી રહેલા વિશ્વની અપેક્ષા છે કે યુએનની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવે.

શાંઘાઇ સહયોગ સંગઠનના સંમેલનનું આયોજન વખતે રૂ કરી રહ્યું છે. ભારત અને રશિયા સિવાય ગ્રૂપમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન, પાકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન સામેલ છે.

(7:40 pm IST)