Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ફાઇનલમાં દિલ્હીને કેપિટલ્સને 5 વિકેટે હરાવી મુંબઈ ઇન્ડિયન ચેમ્પિયન : પાંચમીવાર ટ્રોફી જીતી

કેપ્ટન રોહિત શર્માએ 64 રન ફટકાર્યા : ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ 3વિકેટ ઝડપી

મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની ફાઇનલ મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઈએ દિલ્હીને હરાવી પાંચમી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો છે. મુંબઈએ દિલ્હીને 5 વિકેટથી હરાવ્યું. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. તેની શરૂઆત ખરાબ રહી હતી અને પ્રથમ બોલે જ ઇનફોર્મ બેટ્સમેન માર્કસ સ્ટોઇનિસ શૂન્ય રને આઉટ થયો હતો. તે પછી રહાણે પણ માત્ર 2 રન કરી આઉટ થયો હતો. દિલ્હીની આશા શિખર ધવન પર ટકેલી હતી, તે પણ અપેક્ષા મુજબ પ્રદર્શન ના કરી શક્યુ અને 13 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 15 રન કરી આઉટ થયો. કેપ્ટન શ્રેયસ અય્યર અને રિષભ પંતે લડાયક રમત રમી હતી અને ટીમનો સ્કોર 150 પાર પહોંચાડ્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર (65*) અણનમ રહ્યો. જ્યારે રિષભ પંતે 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 56 રન કર્યા. દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટના નુકશાને 1565 રન કર્યા.

મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગ અપેક્ષા મુજબ ઉમદા રહી હતી. મુંબઈને શરૂઆતમાં જ ટ્રેન્ટ બોલ્ટે બ્રેક થ્રૂ અપાવ્યો હતો. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 30 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલ્ટર નાઇલ 2 અને જયંત યાદવે 1 વિકેટ ઝડપી હતી.

(11:22 pm IST)