Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

આજે બિહારે દુનિયાને ફરીથી બતાવ્યું છે કે લોકશાહી કેવી રીતે મજબુત થાય છે: નરેન્દ્રભાઈ મોદી

નવીદિલ્હી: બિહારની ચૂંટણી અને પરિણામો પછી પ્રથમ વખત જ મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રથમ પ્રત્યાઘાતો આપતા પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે, "બિહારે દુનિયાને લોકશાહીનો પ્રથમ પાઠ ભણાવ્યો છે.  આજે બિહારે દુનિયાને ફરીથી બતાવ્યું છે કે લોકશાહી કેવી રીતે મજબુત થાય છે.  વિક્રમ સંખ્યામાં બિહારના ગરીબ, વંચિતો અને મહિલાઓએ પણ મતદાન કર્યું હતું અને આજે વિકાસ માટેનો નિર્ણાયક ફેંસલો પણ જાહેર કર્યો છે."

(12:32 am IST)