Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ચીનના બેલ્ટ-રોડ-ઈનિશ્યેટિવ સામે જોરદાર ટક્કર આપશે : અમેરિકાની વ્યાપક યોજના

'બિલ્ડ ફોર બેટર વર્લ્ડ ઈનિશ્યેટિવ' નીચે જુદા જુદા પ્રોજેક્ટસ અલગ તારવી રહ્યા છે આ પ્રોજેક્ટ્સને ડીસેમ્બરમાં યોજાનારી G-7ની બેઠકમાં અંતિમ રૂપ અપાશે.

ન્‍યુયોર્ક : અમેરિકાએ વિશ્વમાં ૫-૧૦ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની યોજના બનાવી છે. આ અંગે નિરીક્ષકો કહે છે કે તે યોજના ચીનના 'બેલ્ટ-રોડ-ઈનિશ્યેટિવ' સામેની જ યોજના છે. આ યોજના નીચે અમેરિકાએ સેનેગલ અને ઘાના જેવા દેશોમાં ઓછામાં ઓછા ૧૦ જરૂરી પ્રોજેક્ટ જુદા તારવ્યા છે. આ સંબંધે અમેરિકી અધિકારીઓ તે દેશોના અધિકારીઓ તથા ખાનગી ક્ષેત્રોના માલિકો સાથે સતત મંત્રણાઓ કરી રહ્યા છે.

આ સર્વે સાથે ય્-૭ દેશોના ઈજનેરો તથા અધિકારીઓ પણ જોડાયા છે. તેઓ પણ 'બિલ્ડ ફોર બેટર વર્લ્ડ ઈનિશ્યેટિવ' નીચે જુદા જુદા પ્રોજેક્ટસ અલગ તારવી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સને ડીસેમ્બરમાં યોજાનારી G-7ની બેઠકમાં અંતિમ રૂપ અપાશે.
અહેવાલો વધુમાં જણાવે છે કે, અમેરિકી પ્રતિનિધિ મંડળે ઓક્ટોબરની શરૂઆતમાં ઈક્વેડોર, પનામા અને કોલંબિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. પરંતુ એક પણ એશિયાઈ દેશનો ઉલ્લેખ કર્યો નહતો. અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, G-7દેશોની આ પહેલથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ૪૦ ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાશે અને ચીને શરૂ કરેલી 'દેવાંની પ્રથા' સામે વિકલ્પ રજૂ થશે.

અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકા વિકાસશીલ દેશોને પર્યાવરણ, સ્વાસ્થ્ય, ડીજીટલ ટેકનોલોજી વગેરે ઉપર કામ કરવા માટે કર્જ ગેરેન્ટી, રાજકીય-વીમો, ગ્રાન્ટ વગેરે દ્વારા પૂરી નાણાંકીય સહાય આપશે. આ ટોપ પ્રોજેક્ટ્સ તો ૨૦૨૧ના પ્રારંભથી જ હાથ ધરાઈ રહ્યો હતો.

(12:00 am IST)