Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કાનપુરમાં ઝીકા વાયરસના નવા ૧૬ કેસ નોંધાયા

કુલ ૧૦૫ દર્દીઓ : ૧૬માં બે ગર્ભવતી મહિલા સામેલ

કાનપુર તા. ૧૦ : યુપીના કાનપુરમાં ઝીકા વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. મળતી માહિતી મુજબ જિલ્લામાં વધુ ૧૬ઙ્ગનવા દર્દીઓ મળી આવ્યા છે. કાનપુરમાં અત્યાર સુધીમાં ઝીકા વાયરસના ૧૦૫ દર્દીઓ નોંધાયા છે. ૧૬ નવા દર્દીઓમાં બે ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ઝીકા વાયરસના વધતા જતા કેસોને જોતા સીએમ યોગી આદિત્યનાથ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે કાનપુરની મુલાકાતે જશે.ઙ્ગસીએમ યોગી કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી ઓડિટોરિયમમાં જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં યોગી ઝીકા વાયરસ સામે કેવી રીતે લડવુ તેની તૈયારીની સમીક્ષા કરશે.

આ સિવાય સીએમ યોગી ઝીકા વાયરસ પ્રભાવિત વિસ્તારોની પણ મુલાકાત લેશે. અહીં યોગી ઝીકા વાયરસથી સંક્રમિત દર્દીઓના સંબંધીઓને મળશે.

(12:50 pm IST)