Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રોગના લક્ષણ યાદ અપાવી મગજને કરી શકાય છે બિમાર

વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું મસ્તિષ્ઠનું ઈન્સુલર કોર્ટેકસ

નવીદિલ્હીઃ જો તમને કોઈ જૂની બીમારી સતાવતી હોય તો તે અકારણ હોય શકે છે. તેની પાછળ તમારા મગજની ઉપજ હોય શકે છે. વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર, મસ્તિષ્કનું ઈંસુલર કોર્ટેકસ શરીરમાં પેલાના રોગોના લક્ષણો અને અનુભવોને સંગ્રહિત અને પુન-ાપ્ત કરી સ્વસ્થ વ્યકિતને ફરી બિમાર બનાવી શકે છે.

ટેક્નિયન-ઈઝરાઈલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોના એક સમૂહે ઉંદર પર સંશોધન કર્યા બાદ નિષ્કર્ષ કાઢ્યું કે તેમના મસ્તિષ્કના એ ભાગની શોધ કરી છે જે જૂની બિમારીઓના એપિસોડને સંગ્રહિત અને પુનપ્રાપ્ત કરી કોઈ વ્યકિતને બિમાર કરી શકે છે.

સ્વસ્થ ઉંદરમાં આવવા લાગ્યો સોજો

ઉંદરના પેચમાં સોજો આવ્યા દરમ્યાન ન્યૂરોન્સ જ્યારે વૈજ્ઞાનિકોએ ફરી સક્રિય કર્યું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા.

દુઃખાવાની દવાની નવી પુષ્ટિ

રોલ્સે કહ્યું કે, અનેક સ્થિતિઓમાં અમે ઈમ્યૂનોસપ્રેસિય દવાઓનો ઉપયોગ કરીએ છીએ. જે પ્રતિરક્ષા પ્રણાલીના કાર્યને ઓછી કરવામાં મદદ કરે છે. પરંતુ તે સાઈડ ઈફેકટના રૂપમાં રોગીને અન્ય સ્થિતિઓ પ્રતિ સંવેદનશીલ બનાવી દે છે. એવામાં શોધ આગળ વધે છે કે અનેક બિમારીઓ માટે અમે દવાઓની જગ્યાએ મસ્તિષ્કમાં તેની પ્રેરક ગતિવિધિને દબાવી શકીએ તો તે એક મોટી પ્રગતિ છે.

મનુષ્યો માટે પણ છે ઉપયોગી

જો કે, ઉંદર પર પ્રયોગો અને મનુષ્યો પર આની અસર વચ્ચે ઘણું અંતર છે. પરંતુ આ શોધ મનુષ્યોમાં મન સાથે જોડાયેલ બિમારીઓ માટે તપાસની નવી દિશા ખોલે છે. નિષ્કર્ષ જણાવે છે કે, મનોભાવ કે માનસિક ઉદ્વેગ દરમ્યાન ઘણી વખત પેટનો દુઃ ખાવો અથવા મરોડની સમસ્યાનું સમાધાન ક્યાંકને ક્યાંક આ શોધમાં હોય શકે છે.

(3:20 pm IST)