Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

આધાર કાર્ડ અંગે આજ 10 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં બંધ બારણે સુનાવણી : 2018 ની સાલમાં આધાર કાર્ડ ફરજીયાત કર્યાના જજમેન્ટ વિરુદ્ધ કરાયેલી રીવ્યુ પિટિશન અંગે આજરોજ સુનાવણી આગળ વધશે

ન્યુદિલ્હી : 2018 ની સાલમાં  આધાર કાર્ડ ફરજીયાત કર્યાના જજમેન્ટ  વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી.જે અંગેની સુનાવણી આજ 10 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં બંધ બારણે કરવામાં આવશે.

આ સુનાવણી  જસ્ટિસ શ્રી એ.એમ.ખાનવિલકર ની બેન્ચ દ્વારા બપોરે 1-30 કલાકે બંધ બારણે  હાથ ધરાશે.જે માટે ગયા વર્ષની 9 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. તથા ઓપન કોર્ટમાં સુનાવણી હાથ ધરવા અરજ કરાઈ હતી. તેના બદલે હવે આજરોજ સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2017 ની સાલમાં નાગરિકોને મધ્યાહ્ન ભોજન તથા સબસીડી સહિતના તમામ લાભો મેળવવા માટે આધાર કાર્ડ ફરજીયાત કર્યું  હતું જેને નામદાર કોર્ટએ 2018 ની સાલમાં માન્ય રાખતો ચુકાદો આપ્યો હતો.જેના વિરુદ્ધ રીવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:37 pm IST)