Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વઢવાણીયા રાયતા-મરચાની સોડમ વિદેશ સુધી પ્રસરી

દુબઇ-યુકે, અમેરિકા સહિતના દેશોમાં ભારે ડિમાન્ડઃ વર્ષે ૩૦૦૦ મણનું વેંચાણ

નવી દિલ્હી,તા. ૧૧: વર્ધમાનગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે.આ મરચાની માંગ વધતા અન્ય રાજયો થી લઇ દુબઇ, ઇંગ્લેન્ડ, અમેરીકા સાહત દેશમાં વસતા લોકોને વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો લાગતા વિદેશ સુધી સોડમ પ્રસરી છે.

વઢવાણીયા મરયાની સીઝન હાલ પુર બહારમાં ખીલી છે.ત્યારે વઢવાણના સ્વાદમાં એકદમ વ્યવસ્થીત આ મરચાની દર વર્ષ ખુબ માંગ રહેછે.ત્યારે વઢવાણના મરચાની સોડમ મહિલાઓના ગૃહ ઉદ્યોગ થકી દેશ વિદેશ સુધી પ્રસરી જવા પામી છે.વઢવાણના વર્ધમાન ગૃહ ઉદ્યોગ દ્વારા આ વઢવાણીયા મરચાને રાયતા મરચા બનાવી વેચાણનો ગૃહઉદ્યોગ ચલાવાય છે.આથી હાલ દર વર્ષે સીઝનના ૨૦૦૦ મણ જેટલા રાયતા મરચાના ઉત્યાદન થકી મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે.

આ અંગે વર્ધમાન ગૃહ ઉદ્યોગના પન્નાબેન શુકલએ જણાવ્યુ કે અમારા ગૃહ ઉદ્યોગ દ્વારા વર્ષે દરમિયાન અલગ અલગ પ્રોડકટ જેવીકે ખાખરા, પાપડ, અથાણા સહિતની વસ્તુઓ બનાવાય છે.પરંતુ વઢવાણીયા મરચાની સીઝન હોય ત્યારે રાયતા મરચાનું પણ ઉત્પાદન કરાય છે.આ રાયતા મરચાની સીઝન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી હોય છે.આથી અમારી ટીમ દ્વારા બનાવાય છે જેમાં ૫૦ થી ૧૦૦ જેટલી માહિલાઓ કામ કરી રોજગારી મેળવે છે.આ મરચાની સીઝન દરમિયાન ૬૦,૦૦૦ કિલો જેટલા મરચાનું ઉત્પાદન વેચાણ થાય છે.આ મરચાનું દેશમાં મહારાષ્ટ્ર, કોલકતા, સાઉથના રાજયો સહિત ગુજરાતના આસપાસના રાજયોમાં વેચાણ કરાય છે.આ ઉપરાંત વઢવાણ વાસીઓના પ્રિય મરચા તેમના કારણે વિદેશમાં પણ પહોંચતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે.જેના કારણે અમેરીકા, ઇંગ્લેન્ડ, દુબઈ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છે.

વર્ધમાનગૃહ ઉદ્યોગના આ રાયતા મરચાના ગૃહ ઉદ્યોગ થકી ૫૦થી વધુ મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે.આ મહિલાઓ પોતાના ઘરકામ સહિત પુર્ણ કર્યા બાદના ફાજલ સમયમાં આ જોબવર્ક થકી દરરોજના ૩૫૦ થી ૫૦૦ જેટલા રૂપીયા કમાય છે.જયારે સંસ્થા તરફથી એવી જરૂરીયાત મંદ મહિલા,વિધવા મહિલાને પણ રોજગાર અપાય છે.જયારે તેમને તથા તેમના બાળકોના આરોગ્ય અને બાળકોના અભ્યાસ માટે સંસ્થા કાર્યકરે છે.આ સંસ્થાના વન સ્ટોપ સેન્ટર થકી પીડીત મહિલાઓને મળતી સહાય અને કાનુની મદદ પણ મળતી થઇ છે.વઢવાણીયા મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે સંસ્થા દ્વારા તેના કવોલીટી અને પેકીંગ પ્રિઝવેશન પર ખાસ ધ્યાન અપાયુ છે.વઢવાણી રાયતા મરચા બનાવવા રાઇ, હળવદ,મીઠુના ઉપયોગ સાથે લાંબા સમય સુધી સાચવવા લીંબુના રસ અને સરસવના તેલનો ઉપયોગ કરાય છે. જયારે એરટાઈટ પેકીંગના કારણે મરચા લાંબો સમય સચવાઈ રહે છે.અને ૧૨ માસ સુધી ન બગડતા વિદેશો સુધી પહોંચી શકયા છે.

(9:54 am IST)