Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજ્યોને મળેલા અનેક વેન્ટિલેટર હજુ બોકસમાં પેક : જીનોમ સિકવોન્સિંગની લેબ શરૂ કરવામાં પણ ઉદાસીનતા

નવી દિલ્હી તા. ૧૧ : કોરોની ત્રીજી લહેરમાં પણ રાજયોમાં તૈયારી નથી દેખાઇ. કેન્દ્ર દ્વારા રાજય સરકારોને પત્ર લખી તૈયારી કરવા અંગે જાણકારી આપવામાં આવી હોવા છતાં પણ રાજયોમાં તૈયારીનો અભાવ જોવા મળ્યો હતો. કેન્દ્ર દ્વારા પત્ર લખાયા બાદ તપાસ કરવામાં આવી હતી જેમાં ખુલાસો થયો છે કે પીએમ કેર ફંડમાંથી અપાયેલા વેન્ટિલેટર હાલ ધૂળ ખાઇ રહ્યા છે.ઙ્ગ

જીનોમ સિકવોન્સિંગની લેબ પણ શરૂ કરવામાં રાજયોની ઉદાસીનતા દેખાઇ રહી છે. બોક્ષમાં પેક વેન્ટિલેટરો બહાર પણ નથી કઢાયા. છેલ્લા ૯ મહિનામાં કેન્દ્ર દ્વારા ૪ વખત પત્ર લખવામાં આવ્યો હતો. ૨૦ ટકા વેન્ટિલેટર હજુ બંધ હાલતમાં દેખાઇ રહ્યા છે. દિલ્લીમાં ૧૧૨૯માંથી ૧૭૨ વેન્ટિલેટર ચાલુ નથી કર્યા. ચંદીગઢમાં પણ વેન્ટિલેટર બંધ હાલતમાં જોવા મળ્યા છે.

તપાસમાં ખૂલ્યું છે કે કેન્દ્ર સરકારે રાજયોને ૫૦ હજાર વેન્ટિલેટર આપ્યા હતા પરંતુ હજુ ૧૬૦૦ને તો પેટીપેક જ રાખવામાં આવ્યા છે. જીનોમ સિકવેન્સિંગને લઈને લેબની હાલતમાં પણ આવી જ હાલત છે. રાજયોને લેબ નવી બનાવવામાં કોઈ રસ નથી. રાજયો પોતાની સફાઇમાં જુદા જુદા બહાના બતાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

(12:36 pm IST)