Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મચ્છરોનો અસરકારક દુશ્મન...હર્બી-ધ મોસ્કીટો રીપેલેન્ટઃ કુટુંબ માટે સંપૂર્ણ સલામત અને રસાયણમુકત ઉત્પાદન

'હર્બી શુદ્ધિકરણ'ના ૨-૩ સ્પ્રે તમારા રહેણાક કે ઓફિસની જગ્યાને વાઈરસ-બેકટેરીયા સામે લડવા તૈયાર કરે છે

પોંડીચેરી, તા. ૧૧ :. રસાયણો, પ્રિઝર્વેટીવ્સ અને વધારાના કલરીંગ એજન્ટોને રોકી સમાજને રસાયણમુકત ઉત્પાદનો પ્રદાન કરવાના એક માત્ર હેતુ સાથે ઓરો ઈનોવેશન્સ દ્વારા જાન્યુઆરી ૨૦૧૭થી આ પ્રોડકટ બજારમાં મુકવામાં આવી છે. ઓરો ઈનોવેશન્સનું પ્રથમ ઉત્પાદન 'ધ મોસ્કીટો રીપેલન્ટ(સ્પ્રે)' ભારતીય કુટુંબો દ્વારા પેઢીઓથી મચ્છરોને અસરકારક રીતે ભગાડવા માટે ઉપયોગમાં લેવાતી જડીબુટ્ટીઓયુકત ફોર્મ્યુલેશનના વારસાને આગળ ધપાવતુ ઉત્પાદન છે. તે શિશુ અને બાળકો માટે સંપૂર્ણપણે સલામત છે એટલુ જ નહી પરંતુ પાલતુ પ્રાણીઓ માટે પણ સલામત છે.

ભારતના પોંડીચેરીમાં ધ ગ્રોથ એન્ડ સોશ્યલ કન્સર્ન અંતર્ગત દેશભરમાં આ ઉત્પાદનને લોન્ચ કરવામાં આવ્યુ હતું. આ ઉત્પાદનના વપરાશકર્તાઓ દ્વારા મોસ્કીટો રીપેલન્ટની સ્વીકૃતિના પગલે અમારી સંશોધન અને વિકાસ ટીમ રસાયણમુકત ઉત્પાદનમાં નવીનતા બક્ષવા સતત સક્રીય રહી છે. મચ્છર અને અન્ય જીવડાઓ માટે આ ઉત્પાદન અનન્ય છે. તે વિજળી નિર્ભર છે. હર્બી ધ મોસ્કીટો રીપેલન્ટ બાળકો માટે સુંઘવામા અને શ્વાચ્છોશ્વાસ માટે સંપૂર્ણ સલામત છે. ધ ગવર્મેન્ટ હોસ્પીટલ ફોર ચેસ ડીસીઝ, પોંડીચેરી દ્વારા આ પ્રોડકટની પ્રસંશા કરવામાં આવી છે. હર્બી ધ મોસ્કીટો રીપેલન્ટ પોંડીચેરી સરકારી હોસ્પીટલના વોર્ડમાં ઉપયોગમાં લેવાતી વખતે સલામત અને અસરકારક નિવડયુ છે. પોંડીચેરી સ્થિત ફ્રેન્ચ કોન્સ્યુલેટે પણ ઓરા ઈનોવેશન્સના આ મોસ્કીટો રીપેલન્ટની પ્રસંશા કરી છે. મચ્છર અને કીડીઓ ભગાડવામાં વપરાતા રસાયણો માત્ર ઉપયોગ સમયે જ નહીં પરંતુ લાંબા સમય સુધી આડઅસર કરતા હોય છે. જેની સરખામણીએ હર્બી ધ મોસ્કીટો રીપેલન્ટ સુગંધ અને અસરકારકતા સહિતના તમામ માપદંડોમાં અવ્વલ નિવડયુ છે. વર્તમાન સમયમાં રોગો ફેલાવતા વાયરસ અને બેકટેરીયાના સામના માટે અસરકારક છે. હર્બી શુદ્ધીકરણ દ્વારા વાતાવરણને સ્વચ્છ બનાાવાશે. તેનો ઉપયોગ સરળ છે. વાયરસ અને બેકટેરીયાથી મુકત હવા માત્ર બે ત્રણ સ્પ્રે કરવાથી મળી શકશે. તમારા રહેણાંક અથવા ઓફિસના સ્થળોએ આ સ્પ્રેના ઉપયોગથી વાતાવરણ શુદ્ધ મેળવી શકશો. ૧૦૦ એમ.એલ. બોટલ (૬૦૦ સ્પ્રે) અને ૩૦ એમ.એલ. (૧૮૦ સ્પ્રે) ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે વીક્રમભાઈ ઠક્કર  મો. ૯૮૯૪૭ ૬૮૦૮૧ ઉપર ઉપલબ્ધ છે. vikram@auroinnovations.

com. herby.in

(3:10 pm IST)