Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વર્ષ 2021-22 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી

દંડ વિના ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની તારીખ 15 જાન્યુઆરીથી વધારી 15 ફેબ્રુઆરી 2022 કરી: કરદાતાઓ માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખ પણ લંબાવીને 15 માર્ચ 2022 કરાઈ

નવી દિલ્હી :વર્ષ 2021-22 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ આ માહિતી આપી હતી, આવકવેરા વિભાગે દંડ વિના ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની તારીખ 15 જાન્યુઆરીથી વધારીને 15 ફેબ્રુઆરી, 2022 કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નવા IT પોર્ટલના ઉપયોગમાં કોરોના વાયરસ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને સતત તકનીકી ખામીઓને કારણે દંડ વિના ટેક્સ ઓડિટ રિપોર્ટ્સ સબમિટ કરવાની તારીખ 15 ફેબ્રુઆરી સુધી લંબાવી છે.

આ સાથે આ કરદાતાઓ માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખ પણ લંબાવીને 15 માર્ચ 2022 કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે જે કરદાતાઓ માટે ટેક્સ ઓડિટ રિપોર્ટનું ઓડિટ જરૂરી નથી તેમને કોઈ છૂટ આપવામાં આવી નથી.

(7:22 pm IST)