Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભારતનો પ્રથમ દાવ 223 રન પર સમેટાયો : કેપ્ટન કોહલીએ 79 રન ફટકાર્યા : ચેતેશ્વર પુજારાના 43 રન

રબાડા અને યાન્સેન સામે ટીમ ઇન્ડિયાને બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી

ભારત અને દક્ષિણ આફ્રિકાવચ્ચેની ટેસ્ટ શ્રેણીની કેપટાઉનમાં રમાઈ રહેલી અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચનો મંગળવારે પ્રથમ દિવસની રમત હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમને સારી શરૂઆતની અપેક્ષા હતી. પરંતુ કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ સારી ગતિ મેળવ્યા બાદ પણ ટીમની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નહોતા.

ભારતીય ટીમનો પ્રથમ દાવ 223 રન પર સમાપ્ત થયો હતો. ચેતેશ્વર પુજારા અને કોહલી સિવાય અન્ય બેટ્સમેનો પિચ પર ઉભા રહેવામાં જાણે મુશ્કેલી અનુભવી રહ્યા હતા. રબાડા અને યાન્સેને પણ ભારતીય બેટ્સમેનો સામે ગુડ લેન્થ બોલીંગ કરીને મુશ્કેલીને વધારી મુકી હતી. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે હાલમાં સિરીઝ 1-1 થી બરાબર છે અને આ મેચ જીતનાર ટીમ સિરીઝ પર કબજો કરી લેશે. આવી સ્થિતિમાં બંને ટીમનો પ્રયાસ આ મેચ પોતાના નામે કરવાનો છે.

ઓપનરો ઝડપથી આઉટ થવા બાદ કોહલી (79) અને ચેતેશ્વર પૂજારા (43) એ ટીમની કમાન સંભાળી હતી અને લંચ સુધી ભારતને સ્થિતી જાળવી રાખી હતી. પરંતુ બીજા સેશનમાં ભારતે બે મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે (09)ની વિકેટ ગુમાવી હતી. જોકે આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી ઉભો રહ્યો હતો.

(9:30 pm IST)