Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ન ઈન્ડિયન છે, ન નેશનલ,ન કોંગ્રેસ

હિમાચલ પ્રદેશમાં બોલ્યા જેપી નડ્ડા જ્યારે પણ કેન્દ્રમાં ભાજપની સરકાર રહી, ત્યારે મુખ્યધારામાં વિકાસના ક્રમમાં આગળ વધ્યું છે : નડ્ડા

નવી દિલ્હી, તા.૧૦ : ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રવિવારે જેપી નડ્ડાએ બિલાસપુરમાં રોડ શો કર્યો અને આ દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે, ભાજપને છોડી તમામ પાર્ટીઓ પ્રાદેશિક થઈ ગઈ છે કે પછી પરિવારની પાર્ટીઓ. 'ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' ન ઈન્ડિયન છે, ન નેશનલ છે, ન કોંગ્રેસ છે. તે ભાઈ-બહેનની પાર્ટી બની ગઈ છે.

જેપી નડ્ડાએ કહ્યુ, 'જ્યારે પણ કેન્દ્રમાં ભાજપની સરકાર રહી, ત્યારે હિમાચલની મેનસ્ટ્રીમિંગ થઈ છે અને હિમાચલ મુખ્યધારામાં વિકાસના ક્રમમાં આગળ વધ્યું છે. જ્યારે દુર્ભાગ્યવશ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી તો હિમાચલના હિતોનું હનન થયું છે.'

જેપી નડ્ડાએ રવિવારે કહ્યુ કે, પાર્ટી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પદ પરથી હટાવશે નહીં અને આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી તેમના નેતૃત્વમાં લડશે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રાજ્યના મુખ્યમંત્રીના રૂપમાં જયરામ ઠાકુરની જગ્યા લેશે. સિસોદિયાના આ દાવા વિશે પૂછવા પર નડ્ડાએ જવાબ આપ્યો છે.

નડ્ડાએ કહ્યુ કે જયરામ ઠાકુર કામ કરી રહ્યા છે અને તે ભવિષ્યમાં તેને જાળવી રાખશે. તેમણે કહ્યું કે, ઠાકુરને હટાવવામાં આવશે નહીં અને ભાજપ તેમના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડશે. એક અન્ય સવાલના જવાબમાંનડ્ડાએ કહ્યુ કે, રાજ્યના કોઈપણ મંત્રીને બદલવામાં આવશે નહીં. પરંતુ તેમણે કહ્યું કે, ભાજપના વર્તમાન ૧૦થી ૧૫ ટકા ધારાસભ્યોને ચૂંટણીમાં ટિકિટ મળી શકશે નહીં. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ૧૦થી ૧૫ ટકા ધારાસભ્યોને ટિકિટ મળી નહીં અને અહીં તેની સંભાવના છે.

(9:29 am IST)