Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ઈંદોરમાં ગાડીને ટક્કર માર્યા બાદ નશામાં ધૂત એક શખ્સે પોલીસકર્મીને દોડાવી દોડાવી માર્યો :ધોકો લઈને તૂટી પડ્યો

યરલ વીડિયો એરોડ્રમ પોલીસ સ્ટેશન વિસ્તારનો:વીડિયોના આધારે પોલીસ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી

મધ્ય પ્રદેશના ઈંદોરમાંથી એક પોલીસ જવાન સાથે મારપીટનો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઈંદોરમાં ગાડીને ટક્કર માર્યા બાદ નશામાં ધૂત એક શખ્સે પોલીસકર્મી સાથે મારપીટ કરી હતી.

સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, પોલીસકર્મીને ઘટનાસ્થળેથી જીવ બચાવીને ભાગવુ પડ્યું હતું. વાયરલ વીડિયો એરોડ્રમ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ વીડિયોના આધારે પોલીસ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આ ઘટના એરોડ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસ જવાનનું નામ જયપ્રકાશ જયસ્વાલ છે. તે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. જય પ્રકાશ જયસ્વાલ પોતાની ડ્યૂટી ખતમ કરીને પોતાના પરિજનોને લેવા માટે રેલ્વે સ્ટેશન જઈ રહ્યો હતો. રસ્તામાં વ્યંકટેશ નગરમાં રહેતા દિલીપ પ્રજાપત પોતાની પત્ની સાથે જઈ રહ્યો હતો. ત્યાર જય પ્રકાશ અને દિલીપ પ્રજાપતિની ગાડીનો અકસ્માત થયો હતો. જેને લઈને આ વિવાદ થયો હતો.

બંને વચ્ચે શરૂઆતમાં તો બરાબરની બોલાચાલી થઈ હતી, પણ બાદમાં નશામાં ધૂત શખ્સે પોલીસકર્મી પર હુમલો કરી દીધો હતો. યુવકે પોલીસકર્મીને ડંડા વડે ધોકાવી નાખ્યો હતો. જે બાદ પોલીસ કર્મી જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયો હતો. આરોપી સિપાઈ પાસેથી સર્વિસ બૈટન પણ છીનવી લીધો હતો. હૈરાન કરનારી વાત એ છે કે, આરોપી પોલીસકર્મી મારતો રહ્યો અને લોકો તેને બચાવી શક્યા નહીં.

આ આખી ઘટનામાં પોલીસ કર્મીના માથામાં અને હાથ પર ગંભીર ઈજા થઈ હતી, જેને લઈને પોલીસે આરોપી દિલીપ પર કેટલીય કલમો અંતર્ગત ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ દિનેશ પ્રજાપતિ નિવાસી વ્યંકટેશ વિહાર કોલોની છે. તે મજૂરી કરે છે.

(12:14 am IST)