Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સોના-ચાંદી નહીં પણ ગોદામમાંથી ૬૦ કિલો લીંબુ ચોરી ગયા : લસણ-ડુંગળી પણ ઉપાડી ગયા

UPના શાહજહાંપુર જિલ્લામાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી

લખનૌ,તા. ૧૧: શાહજહાંપુર જિલ્લામાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ પ્રકારની ઘટના વિશે આપે ભાગ્‍યે જ સાંભળ્‍યું હશે. હકીકતમાં જોઈએ તો, અહીં એક વેપારીના ગોદામમાંથી ચોરી થઈ ગઈ છે. ગોદામમાંથી રૂપિયા કે જવેરાત નહીં પણ શાકભાજીની ચોરી થઈ છે. શાકભાજીની ચોરી પણ એક દમ હોંશિયારીપૂર્વક કરવામાં આવી છે. ચોરોએ સૌથી પહેલા લીંબૂ પર હાથ સાફ કર્યો હતો. એટલુ જ નહીં, ચોરોએ લીંબૂની સાથે સાથે લસણ, ડુંગળી અને વજન કરવાના કાંટા પર ચોરીને લઈ ગયા હતા. આ ઘટનાની સમગ્ર વિસ્‍તારમાં ભારે ચર્ચા થઈ રહી છે.

મામલો જિલ્લાના તિલહરનો છે. અહીં લીંબૂ પર મોંઘવારીની સૌથી વધારે અસર જોવા મળી રહી છે. બહાદુરગંજ વિસ્‍તારના નિવાસી વેપારી મનોજ કશ્‍યાપે જણાવ્‍યું હતું કે, મંડીમાં તેમની દુકાન આવેલી છે. દુકાનની સામે જ રાતે શાકભાજી રાખવા માટે એક ગોદામ બનાવી છે. મનોજે જણાવ્‍યું છે કે, ગઇ કાલે સવારે આ મંડીમાં પહોંચ્‍યો તો, ગોદામનું તાળૂ તૂટેલું હતું.

બધો સામાન રસ્‍તા પર વેરવિખેર પડ્‍યો હતો. ચોરે તેમના ગોદામમાંથી ૬૦ કિલો લીંબૂ, લગભગ ૪૦ કિલો ડુંગળી, ૩૮ કિલો લસણ તથા વજનના કાંટા ચોરીને લઈ ગયા હતા. વેપારી મનોજે જણાવ્‍યું કે, લીંબૂ છૂટક બજારમાં ૨૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જયારે મંડિમાં આ લીંબી ૨૫૦થી લઈને ૨૮૦ રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. ચોરીની આ પ્રકારની ઘટનાથી એકઠા થયેલા વેપારીઓએ નારાજગી વ્‍યક્‍ત કરી હતી.

(10:07 am IST)