Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

મોંઘવારીમાં મિડલ કલાસના હાલબેહાલ : બિસ્‍કિટ, શેમ્‍પૂ, તેલ સહિતની ચીજોની ખરીદીમાં કાપ

મોંઘા ઇંધણ અને બીજા ચાર્જના કારણે લોકોને આ બધા ખર્ચ પોસાતા નથી : પેટ્રોલ, ડીઝલ, CNG, રાંધણગેસ સહિત તમામ ચીજવસ્‍તુઓ મોંઘી થઈ : ઇંધણના ભાવમાં વધારાના કારણે ટ્રાન્‍સપોર્ટના ખર્ચમાં ૨.૫ ટકા વધારો થશે : નોન-ફ્‌યુઅલ અને ટ્રાન્‍સપોર્ટના વપરાશમાં ૧.૭ ટકાનો ઘટાડો થવાની શક્‍યતા

નવી દિલ્‍હી,તા. ૧૧: પેટ્રોલ, ડીઝલ, ઘ્‍ફઞ્‍, રાંધણગેસ સહિત તમામ ચીજવસ્‍તુઓ મોંઘી થવાથી ભારતીય મિડલક્‍લાસ મોંઘવારીના સકંજામાં બરાબર ભીંસાયો છે. દરેક કોમોડિટી અને આવશ્‍યક ચીજવસ્‍તુઓ મોંઘી થઈ રહી હોવાથી ઘણા પરિવારો પાસે ખર્ચકાપ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવક અને ખર્ચ વચ્‍ચે સંતુલન સાધી શકાય તેમ ન હોવાથી લોકોએ આવશ્‍યક ચીજવસ્‍તુઓની ખરીદી પણ બંધ કરી દીધી છે અથવા તેમાં કાપ મુક્‍યો છે.

દેશના ટોચના ઇકોનોમિસ્‍ટના માનવા પ્રમાણે લોકોએ તાજેતરમાં બિસ્‍કિટ, બ્રેકફાસ્‍ટ માટેના રેડીમેડ પેકિંગ્‍સ, ઓટોમોબાઈલ, હેર ઓઈલ, શેમ્‍પૂ, ડિટર્જન્‍ટ અને વ્‍હાઈટ ગુડ્‍સની ખરીદીમાં કાપ મુક્‍યો છે. મોંઘા ઇંધણ અને બીજા ચાર્જના કારણે લોકોને આ બધા ખર્ચ પોસાતા નથી.

અર્થશાષાીઓનું કહેવું છે કે ઇંધણના ભાવમાં વધારાના કારણે પેટ્રોલ-ડીઝલ અને ટ્રાન્‍સપોર્ટના ખર્ચમાં ૨.૫ ટકા જેટલો વધારો થઈ શકે છે. તેના કારણે ઘરગથ્‍થુ બજેટ ખોરવાયું છે. કંપનીઓ બધો ભાવવધારો ગ્રાહકો પર નાખી રહી હોવાથી જુદી જુદી પ્રોડક્‍ટની ડિમાન્‍ડને અસર થઈ છે. આ ઉપરાંત કોવિડ નિયંત્રણમાં આવ્‍યા પછી જુદી જુદી ચીજોની ડિમાન્‍ડની પેટર્ન પણ બદલાઈ છે.

નોન-ફ્‌યુઅલ અને ટ્રાન્‍સપોર્ટના વપરાશમાં ૧.૭ ટકાનો ઘટાડો થવાની શક્‍યતા છે. તેનું કારણ એ છે કે ફુગાવો ૫.૧ ટકાથી ૬.૨ ટકાની રેન્‍જમાં પહોંચ્‍યો છે. આગામી સમયમાં પ્રાઈવેટ કન્‍ઝમ્‍પશન ૮ ટકા કરતા પણ ઓછો ગ્રોથ નોંધાવે તેવી શક્‍યતા છે. નાણાકીય વર્ષ ૨૦૨૨માં ગ્રોસ ડોમેસ્‍ટિક પ્રોડક્‍ટ (ઞ્‍ઝભ્‍)માં પ્રાઈવેટ કન્‍ઝમ્‍પશનનો હિસ્‍સો ૫૬.૬ ટકા હતો. ખાઘ તેલના ભાવ પણ વધવાથી લોકોએ તેનો ઉપયોગ ઓછો કરી નાખ્‍યો છે.

ણ્‍ઝજ્‍ઘ્‍ બેન્‍ક માને છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩માં ફુગાવાનો દર ૫.૫ ટકાથી ૫.૭ ટકાની રેન્‍જમાં રહી શકે છે. તેનું કારણ કોમોડિટીના વધતા ભાવો છે. ણ્‍ઝજ્‍ઘ્‍ બેન્‍કના સિનિયર ઇકોનોમિસ્‍ટ સાક્ષી ગુપ્તા જણાવે છે કે ‘ટ્રાન્‍સપોર્ટ કન્‍ઝમ્‍પશનમાં ૧.૭ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે.' ઇન્‍ડિયા રેટિંગ એન્‍ડ રિસર્ચના પ્રિન્‍સિપાલ ઈકોનોમિસ્‍ટ સુનિલ કુમાર સિંહા જણાવે છે કે ‘કરન્‍સીના ઘસારાને ફેક્‍ટર ઇન કર્યા વગર ગણતરી કરવામાં આવે તો પેટ્રોલિયમ પ્રોડક્‍ટના ભાવમાં ૧૦ ટકા વધારો થયો છે જેના કારણે રિટેલ ફુગાવો ૦.૪૨ ટકા અને હોસલેલ ફુગાવો ૧.૦૪ ટકા વધી શકે છે.'

આ રીતે ફુગાવો વધવાથી લોકો ચીજવસ્‍તુઓ પર ખર્ચ કરવામાં બે વખત વિચારે છે. તેઓ વપરાશ ઘટાડી દે છે અથવા તો ખરીદી સાવ બંધ કરી દે છે અને બીજી સસ્‍તી પ્રોડક્‍ટ તરફ વળે છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે ઇંધણ મોંઘું થયું હતું અને ત્‍યાર પછી ચીનમાં કોવિડના કેસ વધવાના કારણે સપ્‍લાય ચેઈનને અસર થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં રિટેલ ફુગાવો ૫.૮ ટકા રહેશે તેમ કોટક મહિન્‍દ્રા બેન્‍કના ઇકોનોમિસ્‍ટ ઉપાસના ભારદ્વાજ માને છે. 

(10:21 am IST)