Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ઈમરાનના સમર્થકો ‘ચોકીદાર ચોર હૈ'ના નારા લગાવીને સમગ્ર પાકિસ્‍તાનમાં કરાચીથી લાહોર સુધી રસ્‍તા પર ઉતરી આવ્‍યા

ઈમરાનને ફરીથી પાકિસ્‍તાનના વડાપ્રધાન બનાવવામાં આવે

નવી દિલ્‍હી,તા. ૧૧: પાકિસ્‍તાનમાં રાજકીય પરિસ્‍થિતિ સતત બગડી રહી છે. આજે  પાડોશી દેશમાં નવા વડાપ્રધાનની પસંદગી થવાની છે, પરંતુ તે પહેલા જ રસ્‍તાઓ પર ઈમરાનના સમર્થકોની ભીડ જોવા મળી રહી છે. ઇમરાનના લાખો સમર્થકો કરાચીથી લાહોર સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ઇમરાન ખાનને ફરીથી પીએમ બનાવવામાં આવે. આવી જ એક રેલીમાં ‘ચોકીદાર ચોર હૈ'ના નારા લાગ્‍યા છે.

વાસ્‍તવમાં, પાકિસ્‍તાન તહરીક-એ-ઇન્‍સાફ (ભ્‍વ્‍ત્‍) પાર્ટીના શેખ રાશિદ રાવલપિંડીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમાં ‘ચોકીદાર ચોર હૈ'ના નારા લાગ્‍યા હતા. સેના વિરુદ્ધ આ સૂત્રોચ્‍ચાર કરવામાં આવી રહ્યા છે.

ઈમરાનને પીએમની ખુરશી પરથી હટાવવા પાછળ પાકિસ્‍તાનની સેના અને સેના પ્રમુખ જનરલ બાજવાનો હાથ હોવાનું માનવામાં આવે છે. જો કે, સંબોધન દરમિયાન થોડીવાર પછી શેખ રશીદે લોકોને આવા નારા ન લગાવવાની અપીલ કરી, જેના પછી લોકો શાંત થયા.

પાકિસ્‍તાનમાં જનતાનો એક મોટો વર્ગ છે જે ઈમરાન ખાનને પીએમ તરીકે જોવા માંગે છે. હાલમાં ઇમરાનના સમર્થનમાં પાકિસ્‍તાનના અલગ-અલગ શહેરોમાં પાકિસ્‍તાન તહરીક-એ-ઇન્‍સાફ (પીટીઆઇ)ના પ્રદર્શનો ચાલી રહ્યા છે. હાલમાં ઈસ્‍લામાબાદ, કરાચી, પેશાવર, મલાકંદ, મુલતાન, ખૈબર, ઝાંગ અને ક્‍વેટામાં વિપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર થઈ રહ્યા છે.

ઈમરાને સમર્થકોનો એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તેણે લખ્‍યું છે કે આ એક ઐતિહાસિક ભીડ છે, જે ‘ઠગ' આગેવાની હેઠળની આયાતી સરકારનો વિરોધ કરી રહી છે.

(10:12 am IST)