Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સ્‍ટોક, બોન્‍ડ, કરન્‍સી અને કોમોડીટી બધા બજારોનો ટાઇમ એક સરખો??!

રીઝર્વ બેંક અને સેબીની વિચારણા

મુંબઇ, તા.૧૧: રીઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા (આરબીઆઇ) અને સીકયોરીટીઝ એન્‍ડ એકસચેન્‍જ બોર્ડ ઓફ ઇન્‍ડિયા (સેબી), સ્‍ટોક, બોન્‍ડસ, કરંન્‍સી, અને કોમોડીટીઝ જેવા બધા બજારોનો ટ્રેડીંગ ટાઇમ ઓફ એક સરખો કરવાની શકયતાઓ વીચારી રહી હોવાનું આ બાબતે માહિતગાર બે સુત્રોએ કહ્યું છે.
તેમણે કહ્યું કે આમ કરવાનો ઉદેશ રોકાણકારોને માટે તથા બેક એન્‍ડ સ્‍ટાફ માટે સરળતા ઉભી કરવાનો છે. બેમાંથી એક સુત્રએ કહ્યું કે સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયાએ આ પ્‍લાન અનુસાર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ પ્રસ્‍તાવની શકયતાઓ ચકાસવા બંને સંસ્‍થાઓ વચ્‍ચે વાતચીત ચાલુ છે.
સુત્રોએ કહ્યું કે રીઝર્વ બેંકે આ બજારમાં કામ કરનારાઓ પાસેથી તેમના મંતવ્‍યો માંગ્‍યા છે. રીઝર્વ બેંક અને સેબીએ જો કે આ બાબતે કંઇ કહ્યું નથી.
દરમ્‍યાન સેન્‍ટ્રલ બેંક મહામારી પહેલાના માર્કેટ અવર્સ ફરીથી શરૂ કરવાની પ્રક્રિયામાં છે.(

 

(10:18 am IST)