Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ચિત્રકૂટ પાંચ લાખ દીવાઓથી ઝળહળ્‍યું: રામનવમી નિમિત્તે ભગવાનના મંદિરને રોશની કરવામાં આવી

મંદાકિની નદીના ઘાટ સાથે ચિત્રકૂટનો ખૂણો અને ખૂણો દીવાઓથી ઝગમગી ઉઠ્‍યોઃ અનેક જગ્‍યાએ શ્રી રામના સ્‍વરૂપમાં સ્‍વસ્‍તિક અને ઓમના દીવા પ્રગટાવવામાં આવ્‍યા હતા

સતના, તા.૧૧: રવિવારની સાંજે બ્‍યુગલ વાગતાની સાથે જ મંદાકિની નદીના ઘાટ સાથે ચિત્રકૂટનો ખૂણો અને ખૂણો દીવાઓથી ઝગમગી ઉઠ્‍યો. ઘણી જગ્‍યાએ સ્‍વસ્‍તિક અને ઓમના રૂપમાં અને દ્યણી જગ્‍યાએ શ્રી રામના રૂપમાં દીવા પ્રગટાવવામાં આવ્‍યા હતા. આ માટે જિલ્લા વહીવટી તંત્ર, શહેરી વહીવટીતંત્ર અને પોલીસે વધુ સારી વ્‍યવસ્‍થા કરી હતી. આટલું જ નહીં, આસ્‍થાના આ પ્રવાહમાં રામ જન્‍મોત્‍સવ મનાવવા માટે દૂર-દૂરથી લોકો ચિત્રકૂટ પણ પહોંચ્‍યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા અયોધ્‍યા અને ઉજ્જૈનમાં પણ દીપોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી.
વહેલી સવારના સત્રમાં મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રીએ રામનવમી નિમિત્તે દીપોત્‍સવનું ઉદઘાાટન કયું હતું. મુખ્‍યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ચિત્રકૂટ પહોંચ્‍યા અને કમતાનાથના દર્શન કર્યા. આ પછી રામ નવમીનો દીપોત્‍સવ શરૂ થયો. મુખ્‍યમંત્રીએ તેમની પત્‍ની સાથે ૧૧૦૦ દીવાઓ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. શિવરાજ સિંહ ચૌહાણે આના પર ટ્‍વિટ કરીને લખ્‍યું કે આજે મન પુલકિત છે. ભગવાન શ્રી રામ અયોધ્‍યામાં રામલલા છે, શ્રી રામ ચિત્રકૂટમાં વનવાસી છે અને શ્રી રાજારામ ઓરછામાં છે. શ્રી રામ દેશનું જીવન, અસ્‍તિત્‍વ, આરાધના છે. દેશ અને મધ્‍યપ્રદેશ પર તેમની કૃપા અને આશીર્વાદ વરસો. રામ નવમી સમગ્ર દેશમાં અદભુત રીતે ઉજવવામાં આવે છે.(

 

(10:20 am IST)