Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

પાકિસ્‍તાનમાં સત્તા સંગ્રામ : શાહબાઝ V/S કુરૈશી

ઇમરાનની જગ્‍યાએ કોણ... આજે નેશનલ એસેમ્‍બલીમાં લેવાશે નિર્ણયᅠ

ઇસ્‍લામાબાદ તા. ૧૧ : પાકિસ્‍તાન મુસ્‍લિમ લીગ-નવાજના અધ્‍યક્ષ શહબાઝ શરીફ સંયુક્‍ત વિપક્ષ દ્વારા ગઈ કાલે દેશના આગામી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી. બીજીબાજુ સત્તાથી બહાર કરવામાં આવેલા ઇમરાનખાનનીપીટીઆઈએ શાહ મહમુદ કુરેશીનુંનામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ વધારવામાં આવ્‍યું છે. બન્ને દાવેદારોએ પીએમ પદ માટે ઉમેદવારી પત્રક ભરી દીધું છે.

સંયુક્‍ત વિપક્ષની બેઠકમાં પાકિસ્‍તાન પીપલ્‍સ પાર્ટીના કો-ચેરમેન અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ વડાપ્રધાન પદ માટે શાહબાઝના નામનો પ્રસ્‍તાવ મૂક્‍યો હતો. ઝરદારીના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારી દેશના આગામી વિદેશ મંત્રી બની શકે છે.

આજેનેશનલ એસેમ્‍બલીમાં ઈમરાનના ઉત્તરાધિકારીનો નિર્ણય કરવામાં આવશે. આ માટે ૩૪૨ સભ્‍યોની વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્‍યું છે. પીએમ પદના ઉમેદવારને ઓછામાં ઓછા ૧૭૨ વોટ મળવા જોઈએ.

ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્‍તાવ પર વિપક્ષને ૧૭૪ વોટ મળ્‍યા હતા. આ સાથે શહબાઝ શરીફ વડાપ્રધાન તરીકે ચૂંટાશે તેવું માનવામાં આવે છે. તે જ સમયે, ઇમરાને તેના સમર્થકોને શ્ન+જ્રક્રદ્વક સરકાર' વિરૂદ્ધ રસ્‍તાઓ પર દેખાવો કરવા માટે આહ્વાન કર્યું છે.

પાકિસ્‍તાનના વિપક્ષના નેતા શાહબાઝ શરીફે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને ભ્‍ભ્‍ભ્‍ પ્રમુખ બિલાવલ ભુટ્ટો-ઝરદારીને મળીને દેશની વર્તમાન રાજકીય પરિસ્‍થિતિ અંગે ચર્ચા કરી હતી. ત્રણ ટોચના વિપક્ષી નેતાઓ વચ્‍ચે બિલાવલ હાઉસમાં બેઠક થઈ હતી.

પાકિસ્‍તાન તહરીક-એ-ઈન્‍સાફએ અવિશ્વાસ પ્રસ્‍તાવ દ્વારા ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવાના વિરોધમાં દેશભરના અનેક શહેરોમાં વિશાળ રેલીઓ કાઢી હતી. ઇસ્‍લામાબાદ, કરાચી, પેશાવર અને લાહોર સહિત વિવિધ શહેરોમાં વિરોધ રેલીઓ યોજવામાં આવી હતી અને વિરોધીઓએ વિપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કર્યા હતા.

શાહબાઝ શરીફે પીએમ બનતા પહેલા કાશ્‍મીરનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. શાહબાઝે કહ્યું, રાષ્ટ્રીય સમરસતા પ્રાથમિકતા છે. અમે પણ ભારત સાથે શાંતિ ઈચ્‍છીએ છીએ, પરંતુ કાશ્‍મીર મુદ્દાના ઉકેલ વિના બંને દેશોમાં શાંતિ શક્‍ય નથી.

પાકિસ્‍તાન ૧૯૪૭માં આઝાદ દેશ બન્‍યું હતું, પરંતુ આજથી વિદેશી ષડયંત્ર દ્વારા તખ્‍તાપલટની સામે બીજી આઝાદીની લડાઈ શરૂ થઈ ગઈ છે. ઈમરાન સરકારમાં માહિતી મંત્રી રહેલા ફવાદ ચૌધરીએ કહ્યું કે, પાકિસ્‍તાન તહરીક-એ-ઈન્‍સાફના તમામ સાંસદો નેશનલ એસેમ્‍બલીમાંથી એકસાથે રાજીનામું આપશે.

(11:28 am IST)